વલસાડ : કોવિડ-19ના કારણે મૃત્યુલ પામેલા કલાકારોના પરિવારને સહાય અપાશે

જેમની વાર્ષિક આવક-મર્યાદા રૂ. 2 લાખની હોય તેમના પરિવારને આ સહાય આપવાનું વિચારણમાં છે.

New Update

ગુજરાત રાજ્ય,ના જે કલાકારોએ નૃત્ય , નાટય, કઠપૂતળી શો, લોકકલા, ચિત્રકલા, શિલ્પા, સ્થાશપત્ય , ગ્રાફિક્સક જેવી લલિત કલાઓ પૈકી એક કે, વધુ કલાના ક્ષેત્રમાં જેનું ૧૦ વર્ષનું નોંધપાત્ર યોગદાન આપેલ હોય અને જેમનું મૃત્યુજ કોરોના-19ના કારણે થયું હોય તેવા કલાકારો કે, જેમની વાર્ષિક આવક-મર્યાદા રૂ. 2 લાખની હોય તેમના પરિવારને આ સહાય આપવાનું વિચારણમાં છે.

Advertisment

તો, આવા કલાકારોએ સાદા કાગળમાં નામ, સરનામું, સંપર્ક નંબર સાથે અરજી કરવાની રહેશે. તેમાં કલાકાર તરીકેના આધાર પુરાવા, આવકનો દાખલો તેમજ મરણનો દાખલો આપવાનો રહેશે. અરજી તા. ૧૩-૦૮-૨૦૨૧ સુધીમાં ૦૫:૦૦ કલાક સુધીમાં જિલ્લા રમત ગમત કચેરી વ્‍/૦ જિલ્લા યુવા વિકાસ અધિકારી, ૧૦૬, જૂની બી.એસ.એન.એલ. કચેરી, પહેલા માળે, પોસ્ટલ ઓફિસની પાછળ, હાલર રોડ, વલસાડને મોકલી આપવાની રહેશે, એમ જિલ્લા યુવા વિકાસ અધિકારી, વલસાડ દ્વારા જણાવાયું છે.

Advertisment