Connect Gujarat
ગુજરાત

વલસાડ : સરઇ અને મરોલી પી.એચ.સી. ખાતે કોવિડ-19 રસીકરણના આયોજન અંગે બેઠક મળી

વલસાડ : સરઇ અને મરોલી પી.એચ.સી. ખાતે કોવિડ-19 રસીકરણના આયોજન અંગે બેઠક મળી
X

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરઇ અને મરોલી પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર હેઠળ આવતા ગામોમાં ૧૦૦ ટકા રસીકરણ કરવાના સુચારુ આયોજન માટે વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રી રમણલાલ પાટકરની અધ્‍યક્ષતામાં બેઠક મળી હતી.

આ બેઠકમાં મંત્રીએ ૧૦૦ ટકા રસીકરણના સુચારુરૂપે પાર પડે તેનું સુવ્‍યવસ્‍થિત આયોજન કરી 2 દિવસમાં કામગીરી પૂર્ણ કરવા જણાવ્‍યું હતું. ઉલ્લેખનીય છે કે, મારું ગામ કોરોના મુક્‍ત અંતર્ગત મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી ડો.અનિલ પટેલ, તાલુકા હેલ્‍થ ઓફિસર રૂપેશ ગોહિલના માર્ગદર્શન હેઠળ સંબંધિત ગામોના સરપંચના પ્રયત્‍નો થકી કામગીરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે.

સબ સેન્‍ટર સરોન્‍ડામાં પાત્રતા ધરાવતા ૧૬૯૨ વ્‍યક્‍તિઓની સામે ૧૭૪૨ વ્‍યક્‍તિઓનું રસીકરણ કરાતાં ૧૦૩ ટકા જ્‍યારે ભાઠી કરમબેલીમાં પાત્રતા ધરાવતા ૧૩૨૮ વ્‍યક્‍તિઓની સામે ૧૨૦૦ વ્‍યક્‍તિઓનું રસીકરણા કરાતાં ૯૦ ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ ઉપરાંત મરોલી સબ સેન્‍ટરમાં પાત્રતા ધરાવતા ૬૨૨૯ વ્‍યક્‍તિઓની સામે ૬૧૬૦, કોળીવાડમાં ૨૦૮૩ની સામે ૨૦૫૨ અને તડગામ ખાતે ૨૧૫૧ વ્‍યક્‍તિઓની સામે ૨૧૨૦ વ્‍યક્‍તિઓનું રસીકરણ કરી ૯૯ ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

આ બેઠકમાં જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ અધ્‍યક્ષ મુકેશ પટેલ, મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી ડો. અનિલ પટેલ, ઉમરગામ તાલુકા હેલ્‍થ ઓફિસર રૂપેશ ગોહિલ, ઉમરગામ તાલુકા સંગઠન પ્રમુખ દિલીપ ભંડારી, સરઇ-મરોલી પી.એચ.સી.ના મેડીકલ ઓફિસર, સરપંચ સહિત આરોગ્‍ય સ્‍ટાફ હાજર રહ્યા હતા.

Next Story