વલસાડ જિલ્લાના વાપી નગરપાલિકા વિસ્તારમાંથી પસાર થતા વાપીથી નાશિક રોડ અને વાપીથી સેલવાસ રોડ ભારે વરસાદના કારણે ખરાબ થઇ જવા પામ્યા હતા.
હાલમાં વરસાદ બંધ થવાથી પાણી ઓસરતા જ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા વાહનવ્યવહારને પૂર્વવત કરવા માટે આ માર્ગોનું ત્વરાથી રીસ્ટોરેશન કરવામાં આવી રહ્યું છે. આ કામગીરીનું નિરક્ષણ રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના મંત્રી કનુ દેસાઇએ કર્યું હતું. રાજ્યમંત્રીની સાથે જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રાજદીપસિંહ ઝાલા સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.