Connect Gujarat
ગુજરાત

સી.એમ.ભુપેન્દ્ર પટેલનો સપાટો-વિજય રૂપાણીના મીડિયા એડવાઇઝર અને શશી થરૂરના ભત્રીજા જય થરૂરને છૂટા કરાયા

સી.એમ.ભુપેન્દ્ર પટેલનો સપાટો-વિજય રૂપાણીના મીડિયા એડવાઇઝર અને શશી થરૂરના ભત્રીજા જય થરૂરને છૂટા કરાયા
X

રાજ્યના નવ નિયુકત સીએમ ભૂપેન્દ્ર પટેલે ચાર્જ સંભાળતાની સાથે જ પૂર્વ સીએમ વિજય રૂપાણીને વફાદાર રહેલા અધિકારીઓને છૂટા કરવાનું શરૂ કરી દેવાયું છે. સીએમઓની ઓફિસમાંથી અશ્વિનીકુમાર, ડી.એચ શાહ અને એમ.કે દાસ સહિતના અધિકારીઓને છૂટા કરાયા બાદ હવે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના મીડિયા એડવાઈઝર જય થરૂરને પણ છુટ્ટા કરી દેવામાં આવ્યા છે.

પૂર્વ સરકાર દ્વારા સ્વામી વિવેકાનંદ યુવક વિકાસ બોર્ડમાં નગરપાલિકા, તાલુકા, જિલ્લા અને ઝોનલ સ્તરે સંયોજકની નિમણુંક કરવામાં આવી હતી જેમાં બીજેપીના 775 જેટલા યુવા મોરચાના કાર્યકરોની નિમણૂક કરાઈ હતી.

આ તમામને યુવક અને સાંસ્કૃતિક વિભાગે છુટા કરવાનો મંગળવારે આદેશ કર્યો છે રાજ્ય સરકાર દ્વારા પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સરકારની ઇમેજને મેક ઓવર કરવા માટે પૂર્વ વિદેશ પ્રધાન શશી થરૂર ભત્રીજા જય થરૂરની મીડિયા એડવાઈઝર તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી.

જય થરૂરે અલગ અલગ પ્રકારના કાર્યક્રમો અને જાહેરાતો કરાવડાવીને પ્રયાસ કર્યો હતો પણ સીએમ ભુપેન્દ્ર પટેલ દ્વારા મીડિયા એડવાઈઝર જય થરૂરને છુટા કરી દેવામાં આવ્યા છે આમ નવી સરકાર દ્વારા એક પછી એક નિર્ણય લેવામાં આવતા ફફડાટ ફેલાય જવા પામ્યો છે.

Next Story