• ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • પરશુરામ સંગઠન દ્વારા આયોજન

  • સ્થાપના દિવસની કરાય ઉજવણી

  • આઈ ચેકઅપ કેમ્પ યોજાયો

  • 500 જેટલા વિદ્યાર્થીઓએ લીધો લાભ

ભરૂચના શ્રી પરશુરામ સંગઠનના 12માં વર્ષમાં મંગળ પ્રવેશ નિમિતે આઈ ચેકઅપ તેમજ ડેન્ટલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના શ્રી પરશુરામ સંગઠન શ્રાવણમાસના પ્રારંભે ૧૧ વર્ષ પૂર્ણ કરી ૧૨ મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે, ત્યારે બારમા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિતે શાળાના વિદ્યાર્થીઓ માટે આઈ ચેકઅપ તેમજ ડેન્ટલ ચેકઅપ કેમ્પ નું આયોજન કરવામા આવ્યું  હતું.
જુનાભરૂચ સ્થિત શ્રીમતી વી કે ઝવેરી સાધના વિદ્યાલય ખાતે શ્રી પરશુરામ સંગઠન દ્વારા ઓપ્ટિકલ હબ અને ડિવાઇન ડેન્ટલ કેરના સહયોગથી યોજાયેલ આઈ ચેકઅપ તેમજ ડેન્ટલ ચેકઅપ  કેમ્પનો 500 જેટલા વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો.કેમ્પમાં ડિવાઇન ડેન્ટલ કેરના ડો. દિવ્યા ગાંધી અને ઓપ્ટિકલ હબના ગોવિંદ પટેલે તેમની ટીમ સાથે સેવાઓ આપી હતી.
આ પ્રંસગે શ્રી પરશુરામ બચત અને ધિરાણ સહકારી મંડળી ભરૂચ શાખાના સ્થાપક રજનીકાંત રાવલ, નવનિયુક્ત પ્રમુખ શૈલેશ ભાઈ દવે,  શહેર એકમના પ્રમુખ હેમંત શુક્લ, આચાર્ય પરેશાબેન પંડયા, સ્થાપક હરેશ પુરોહિત સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.