Connect Gujarat
આરોગ્ય 

જામનગર : કૃષિમંત્રી રાઘવજી પટેલના હસ્તે જાંબુડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં CBC મશીનનું લોકાર્પણ કરાયું...

જામનગર જિલ્લાના અનેક આરોગ્ય કેન્દ્રોમાં રૂપિયા ૫૩ લાખ ૪૩ હજારના ખર્ચે ૩૯ CBC મશીનો વિકસાવવામાં આવ્યા છે.

જામનગર : કૃષિમંત્રી રાઘવજી પટેલના હસ્તે જાંબુડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં CBC મશીનનું લોકાર્પણ કરાયું...
X

જામનગર જિલ્લાના આરોગ્ય કેન્દ્રોમાં ૫૩.૪૩ લાખના ખર્ચે લોહી પરીક્ષણના ૩૯ મશીનો વિકસાવવામાં આવ્યા છે, ત્યારે જામનગરના જાંબુડા ગામે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં CBC મશીનનું કૃષિમંત્રી રાઘવજી પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ગુજરાત રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે જામનગર જિલ્લાના જાંબુડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે જિલ્લા પંચાયતના સહયોગથી CBC મશીનનું લોકાર્પણ કર્યું હતું. લોહી પરીક્ષણનું આ મશીન રૂ. ૧ લાખ ૩૭ હજારના ખર્ચે વિકસાવવામાં આવ્યું છે. જામનગર જિલ્લાના અનેક આરોગ્ય કેન્દ્રોમાં રૂપિયા ૫૩ લાખ ૪૩ હજારના ખર્ચે ૩૯ CBC મશીનો વિકસાવવામાં આવ્યા છે. જામનગર જિલ્લાના જાંબુડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લોહી પરીક્ષણનું મશીન આવવાથી ગામના દર્દીઓને ઘર આંગણે જ વિનામૂલ્યે લોહી પરીક્ષણની સુવિધા મળી રહેશે.

તેમજ તાત્કાલિક સારવાર પણ થઈ શકશે. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમસિંહ ચનીયારા, કારોબારી સમિતિના ચેરમેન ભરત બોરસદીયા, જિલ્લા પંચાયતના સભ્ય નંદલાલભાઈ, CDHO ભારતીબેન, અધિક્ષક દિપ્તીબેન જોશી, સરપંચ ગીતાબેન, નર્સિંગ સ્ટાફ, આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story