Connect Gujarat
આરોગ્ય 

ઘરે જ બનાવી શકાય તેવા આ પીણાં વડે નવરાત્રી દરમિયાન શરીરને રાખો સ્વસ્થ

જો એક દિવસ પણ યોગ્ય રીતે ખાવામાં ન આવે તો વ્યક્તિ નબળાઈ અને થાક અનુભવવા લાગે છે.

ઘરે જ બનાવી શકાય તેવા આ પીણાં વડે નવરાત્રી દરમિયાન શરીરને રાખો સ્વસ્થ
X

ઉનાળામાં ઉપવાસ કરવો અન્ય ઋતુઓની તુલનામાં વધુ મુશ્કેલ હોય છે. જો એક દિવસ પણ યોગ્ય રીતે ખાવામાં ન આવે તો વ્યક્તિ નબળાઈ અને થાક અનુભવવા લાગે છે. તેથી જો તમે પણ નવરાત્રી કે રમઝાનના ઉપવાસ કરતા હોય તો આ સિઝનમાં શરીરને હાઇડ્રેટ રાખવું ખૂબ જ જરૂરી છે. આ માટે ઘરે સરળતાથી તૈયાર કરવામાં આવતા આ જ્યુસ ખૂબ જ ફાયદાકારક છે.

1. પપૈયા-સફરજનનો રસ :-

સામગ્રી - 4 કપ પાકેલું પપૈયું, 2 કપ સમારેલા સફરજન, સ્વાદ મુજબ ખાંડ/મધ, 4-5 કપ પાણી, 1 એલચી, બરફના ટુકડા

પપૈયા-સફરજનનો રસ બનાવવાની રીત :-

- છાલ ઉતારી પપૈયા અને સફરજનને કાપી લો. અને સફરજનની છાલ નહીં કાઢો તો પણ ચાલશે.

- બ્લેન્ડરમાં પપૈયું, સફરજન, એક કપ પાણી ઉમેરો અને સ્મૂધ થાય ત્યાં સુધી ગ્રાઇન્ડ કરો.

- જો રસ ખૂબ જાડો હોય, તો જરૂર મુજબ પાણી અને મધ અથવા ખાંડ ઉમેરો અને ફરીથી બ્લેન્ડર ચલાવો.

2. ખજૂર મિલ્કશેક :-

સામગ્રી - 1/2 કપ ઝીણી સમારેલી ખજૂર, સમારેલા ડ્રાયફ્રુટ્સ, 200 મિલી દૂધ

ખજૂર મિલ્કશેક બનાવવાની રીત :-

- અડધો કપ દૂધ અને ખજૂરને એકસાથે બ્લેન્ડરમાં મિક્સ કરીને સારી રીતે બ્લેન્ડ કરો.

- ગ્લાસમાં કાઢીને ડ્રાયફ્રૂટ્સ સાથે સર્વ કરો.

3. મેંગો લસ્સી :-

સામગ્રી - 1 કપ દહીં, જરૂર મુજબ ઠંડુ પાણી, 1 ઝીણી સમારેલી કેરી, ફૂદીનાના થોડા પાન

મેંગો લસ્સી બનાવવાની રીત :-

- ફુદીનાના પાન સિવાય બાકીની બધી વસ્તુઓને બ્લેન્ડરમાં પીસી લો.

- એક ગ્લાસમાં નાખીને બરફના ટુકડા અને ફુદીનાના પાનથી સજાવી સર્વ કરો.

4 . તરબૂચ અને ફુદીનાનો રસ :-

સામગ્રી - 30 તરબૂચનો રસ, 1 કપ સમારેલ તરબૂચ, 2 લીંબુના ટુકડા, બરફના ટુકડા, 9-10 ફુદીનાના પાન

તરબૂચ અને ફુદીનાનો રસ બનાવવાની રીત :-

- એક ગ્લાસમાં કાપેલા અને થોડું ક્રશ કરેલા તરબૂચને મૂકો.

- તેની ઉપર તરબૂચનો રસ નાખો. ટોચ પર લીંબુ નિચોવી અને ઉમેરો. સર્વ કરતા પહેલા ફુદીનાના પાનથી ગાર્નિશ કરો.

Next Story