રાજ્યમાં લોકોને શોધી શોધીને વેક્સિન અપાશે,ડિસેમ્બરના અંત સુધીમાં 95 ટકા લોકોને રસીના બન્ને ડોઝ આપવા કવાયત

ગુજરાતમાં વેક્સિનેશન બાબતે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે

New Update

ગુજરાતમાં વેક્સિનેશન બાબતે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છેગુજરાતમાં વેક્સિનેશન બાબતે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમનું કહેવું છે કે હાલ તો ત્રીજી લહેરની શક્યતા નહીંવત છે.જોકે તેની સામે 90 ટકા જેટલા લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપી દેવાયો છે, જ્યારે બીજો ડોઝ પણ 80 ટકા ઉપરના લોકોએ લઈ લીધો છે. તેમણે કહ્યું કે લોકોને શોધી શોધીને વેક્સિન આપવામાં આવશે. ફેક્ટરીઓ સહિત અનેક સ્થળોએ ચેકીંગ કરવામાં આવી રહ્યું છે, કોઈ બાકી હશે તો તેને વેક્સિન આપવામાં આવશે.બાળકોને પણ રસી આપવાની તૈયારીઓ ચાલી રહી છે. આ ઉપરાંત સરકાર ડિસેમ્બર માસ સુધી અંદાજે 95 ટકા લોકોને કોરોનાના બે ડોઝ આપી દેવાની સરકારે કવાયત હાથ ધરશે.

Advertisment

ગુજરાત સરકાર આગામી દિવસોમાં અનેક સ્થળોએ કોરોના રસીકરણ માટે અભિયાન હાથ ધરવામાં આવશે. જેના લીધે કોરોના રસીકરણનો લક્ષ્યાંક આગામી દિવસોમાં પૂર્ણ કરવા સરકાર પ્રયાસો હાથ ધરી રહી છે.ગુજરાતમાં સૌથી વધારે અમદાવાદમાં રસીકરણ થયું છે. જેનો આંક 69 લાખ 56 હજાર છે. સુરતમાં 53 લાખ 46 હજાર લોકોએ રસી લીધી છે. બનાસકાંઠામાં 31 લાખ 25 હજાર લોકોએ રસીકરણ કર્યું છે. વડોદરામાં 23 લાખ 86 હજાર લોકોએ રસીકરણ કર્યું છે. આણંદમાં 22 લાખ 51 હજાર લોકોએ રસી લીધી છે.અમદાવાદમાં ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં 113 ટકા રસીકરણ થયું છે. મધ્યઝોનમાં 111 ટકા અને પશ્ચિમ ઝોનમાં 105 ટકા રસીકરણ થયું છે. રાજકોટમાં ગ્રામ્યમાં 90 ટકા, જામનગર શહેરમાં 90 ટકા, મોરબીમાં 80 ટકા અને જુનાગઢમાં 100 ટકા રસીકરણ થયું છે.

Advertisment