સતત વધી રહેલા મોંઘવારીએ સામાન્ય માણસનું જીવન જીવવું હવે મુશ્કેલ બનાવી દીધું છે ત્યારે ફરીવાર પ્રજાને મોંઘવારીનો વધુ એક ડામ લાગ્યો છે. અદાણી બાદ ગુજરાત ગેસ પણ CNG ગેસના ભાવમાં 2 રૂપિયા 60 પૈસાનો વધારો કર્યો છે. જ્યારે PNG ના ભાવમાં 3 રૂપિયા 91 પૈસા વધાર્યા છે.
ગુજરાત સરકારની ગેસ કંપની ગુજરાત ગેસ લિમિટેડ CNG ગેસના ભાવમાં રૂ. 2.60 ભાવ વધારો જાહેર કરતાં રાજ્યમાં ગેસનો ભાવ રૂ. 82.16ના સ્તરે પહોંચી ગયા છે. જ્યારે PNG ગેસના ભાવ રૂપિયા 48.50 થયા છે આમ રાજ્યની જનતાને ગેસમાં પોતાના ખિસ્સા ખાલી કરવા પડશે આની પહેલા પણ પ્રથમ સપ્તાહમાં અદાણી જૂથ દ્વારા CNG ની કિંમતમાં તોતિંગ વધારો કરી દેવામાં આવ્યો છે. અદાણી ગેસ તરફથી CNG ની કિંમતમાં એક સાથે પાંચ રૂપિયાનો વધારો થયો છે.
આ સાથે જ અમદાવાદમાં CNGનો નવો ભાવ 79.59 રૂપિયા થયો છે. મહત્વનું છે કે, અમદાવાદમાં CNGનો જૂનો ભાવ 74.59 રૂપિયા હતો. આમ ગુજરાત ગેસ ના જુના ભાવ 79.56 હતા જે વધીને 82.16 રૂપિયા પ્રતિ કિલો થયા જ્યારે PNG માં જુના ભાવ 44.14 હતા જે વધી 48.50 રૂપિયા થયા છે. લોકો પેટ્રોલ અને ડીઝલ કાર છોડી સીએનજી તરફ વળ્યાં છે પણ સતત થઈ રહેલા ભાવ વધારાથી હવે કર ચાલકો અને ઓટો ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે