બિપિન રાવતે સર્જિકલ સ્ટ્રાઈકમાં ભજવી છે મહત્વની ભૂમિકા,વર્ષ 1978માં જોડાયા સેનામાં
તામિલનાડુના કુન્નુરમાં આજે સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. એમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત અને તેમનાં પત્ની સહિત 14 લોકો સામેલ હતાં.

તામિલનાડુના કુન્નુરમાં આજે સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. એમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત અને તેમનાં પત્ની સહિત 14 લોકો સામેલ હતાં.સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અત્યારસુધીમાં 3 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે 11 લોકોના મૃતદેહો મળ્યા છે. ચીફ ઓફ ડિફેન્સ બિપિન રાવત વિશે હજી કોઈ ઓફિશિયલ માહિતી આપવામાં આવી નથી. આ વિશે રક્ષામંત્રી રાજનાથ સિંહ સંસદમાં નિવેદન આપવાના છે. બિપિન રાવતને ઊચાઈ પર યુદ્ધ લડવા અને કાઉન્ટર ઈમર્જન્સી ઓપરેશન એટલે કે વળતો જવાબ આપવાની કાર્યવાહીના એક્સપર્ટ માનવામાં આવે છે.વર્ષ 2016માં ઉરી સેનાના કેમ્પ પર થયેલા આતંકી હુમલા પછી આર્મી ચીફ જનરલ બિપિન રાવતના નેતૃત્વમાં 29 સપ્ટેમ્બર 2016માં પાકિસ્તાનમાં આવેલી આતંકી શિબિરોને ધ્વસ્ત કરવા માટે સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી. આ સર્જિકલ સ્ટ્રાઈક બિપિન રાવતે ટ્રેન્ડ પેરા કમાન્ડોના માધ્યમથી પૂરી પાડી હતી.ઉરીમાં સેનાના કેમ્પ અને પુલવામામાં સીઆરપીએફ પર થયેલા હુમલામાં ઘણા જવાનો શહીદ થયા પછી સેનાએ સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી.આર્મી સર્વિસ દરમિયાન તેમણે એલઓસી, ચીન બોર્ડર અને નોર્થ-ઈસ્ટમાં ઘણો લાંબો સમય પસાર કર્યો હતો. બિપિન રાવતે કાશ્મીર ખીણમાં પહેલા નેશનલ રાઈફલ્સમાં બ્રિગેડિયર અને ત્યાર પછી મેજર જનરલ તરીકે ડિફેન્સ ડિવિઝનની કમાન સંભાળી હતી.સાઉથ કમાન્ડની કમાન સંભાળતાં તેમણે પાકિસ્તાનથી પશ્ચિમી સીમા પર મિકેનાઈઝ્ડ- વોરફેર સાથે એરફોર્સ અને નેવીની સાથે પણ સારો તાલમેલ ગોઠવ્યો હતો.ચીનની બોર્ડર પર બિપિન રાવત કર્નલ તરીકે ઈન્ફેન્ટ્રી બટાલિયનની કમાન સંભાળી ચૂક્યા છે.બિપિન રાવતને ઈન્ડિયન મિલિટરી એકેડમી (IMA)માં સ્વોર્ડ ઓફ ઓનરથી નવાજવામાં આવે છે.રાવતના ચીફ ઓફ સ્ટાફ કમિટીના અધ્યક્ષ સાથે ભારતીય સેનાના 27મા સેનાધ્યક્ષ તરીકે પણ કાર્ય કરી ચૂક્યા છે.નોંધનીય છે કે બિપિન રાવતનો જન્મ 16 માર્ચ 1958માં ઉત્તરાખંડના પૌડીમાં એક ગઢવાલી રાજપૂત પરિવારમાં થયો હતો. બિપિન રાવતે 1978માં આર્મી જોઈન કરી હતી. તેમણે 2011માં ટૌધરી ચરણ સિંહ યુનિવર્સિટીથી મિલિટરી મીડિયા સ્ટડીઝમાં પીએચડીની ડીગ્રી મેળવી હતી
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
અમદાવાદ: 145મી રથયાત્રા પૂર્વે મંગળા આરતી સંપન્ન, કેન્દ્રિય ગૃહમંત્રી...
1 July 2022 12:34 AM GMTભરૂચ : રથયાત્રા રૂટ પર પોલીસે યોજયું રિહર્શલ, આવતીકાલે 4 સ્થળે યોજાશે ...
30 Jun 2022 4:56 PM GMTરાજયમાં આજે 547 નવા પોઝિટિવ કેસ નોધાયા, 419 દર્દીઓ થયા સાજા
30 Jun 2022 4:47 PM GMTઅમદાવાદ: કોંગ્રેસ અને આપના આગેવાનો પહોંચ્યા ભગવાન જગન્નાથના દર્શને,...
30 Jun 2022 2:11 PM GMTઅમદાવાદ: ભગવાન જગન્નાથ માટે મહિલાએ બનાવ્યો ચોકલેટનો રથ,જુઓ શું છે...
30 Jun 2022 1:10 PM GMT