કોરોના રસીનું સર્ટિફિકેટ તમે આ રીતે વોટ્સએપથી પણ કરી શકો છો ડાઉનલોડ

New Update

જો તમે કોરોના વાયરસ વચ્ચે હવે દરેક જગ્યા પર તમને કોરોના રસીની જરૂર પડે છે. આવી સ્થિતિમાં, તમારે આ માટે કોરોના રસી પ્રમાણપત્રની પણ જરૂર છે. તમે અગાઉ આ સર્ટિફિકેટ Cowin પોર્ટલ અને Aarogya Setu App પરથી ડાઉનલોડ કરી શકતા હતા, પરંતુ હવે તમે તેને વોટ્સએપ પરથી પણ ડાઉનલોડ કરી શકો છો. પરંતુ હવે સવાલ એ છે કે તેને વોટ્સએપ પરથી કેવી રીતે ડાઉનલોડ કરી શકાય છે, તો અમે તમારા માટે જવાબ લાવ્યા છીએ. ચાલો જાણીએ કે વોટ્સએપ માંથી કોરોના રસીનું પ્રમાણપત્ર કેવી રીતે ડાઉનલોડ કરવું.

Advertisment

ગયા વર્ષે, ભારત સરકારે MyGov Corona HelpDesk WhatsApp ચેટબોટ શરૂ કર્યું. તમે આ ચેટબોટ દ્વારા તમારું કોરોના વેક્સીન રસી પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકો છો. પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા માટે, પહેલા MyGov કોરોના હેલ્પ ડેસ્ક વોટ્સએપ નંબર 91 9013151515 ને તમારી કોન્ટેક્ટ લિસ્ટમાં સેવ કરો.

બાદમાં સૌપ્રથમ વોટ્સએપ ખોલો અને સર્ચ બારમાં MyGov નંબર શોધો અને MyGov નંબર મેળવ્યા બાદ ચેટ વિન્ડો ખોલો. ચેટ વિંડો ખોલ્યા પછી, સંવાદ બોક્સમાં ડાઉનલોડ પ્રમાણપત્ર લખો. આ લખ્યા પછી, તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર 6-અંકનો વન ટાઇમ પાસવર્ડ (OTP) આવશે. MyGov ના WhatsApp ચેટ બોક્સમાં ફરીથી આ OTP દાખલ કરો. જો તમે એક કરતા વધારે યુઝર્સની નોંધણી કરાવી હોય તો એપ તે લોકોની યાદી બતાવશે. તમારે આ બધામાંથી એક પસંદ કરવું પડશે. અહીં, તમને જોઈતા પ્રમાણપત્રની સંખ્યા લખો. આ કર્યા પછી, ચેટબોક્સ COVID-19 રસી પ્રમાણપત્ર મોકલશે. અહીં તમે તેને તમારા મોબાઇલમાં ડાઉનલોડ કરી શકો છો.

Advertisment