Connect Gujarat
દેશ

ભારે દેવામાં ડૂબેલી એર ઈન્ડીયા 69 વર્ષ, બાદ ફરી ટાટા ગ્રુપનો હિસ્સો બની, ટાટા સન્સના ચેરમેન PM મોદીને મળ્યા

દેશની 1.2 લાખ કરોડ રૂપિયાના એવિએશન ઈન્ડસ્ટ્રી માટે આ વર્ષમાં ઘણુંબધું બદલાઈ જવાનું છે.

ભારે દેવામાં ડૂબેલી એર ઈન્ડીયા 69 વર્ષ, બાદ ફરી ટાટા ગ્રુપનો હિસ્સો બની, ટાટા સન્સના ચેરમેન PM મોદીને મળ્યા
X

દેશની 1.2 લાખ કરોડ રૂપિયાના એવિએશન ઈન્ડસ્ટ્રી માટે આ વર્ષમાં ઘણુંબધું બદલાઈ જવાનું છે. સરકારી કંપની એર ઈન્ડિયા આજથી એટલે કે 27 જાન્યુઆરી, 2022થી પ્રાઈવેટ બની ગઈ છે. એર ઈન્ડિયાને ખરીદ્યા બાદ દેશની બીજી સૌથી મોટી એરલાઈન બની જશે. આ બાબતે હેન્ડઓવર પહેલાં ટાટા સન્સના ચેરમેન PM મોદીને મળ્યા હતા. બેઠક બાદ ચંદ્રશેખરન સીધા નવી દિલ્હીમાં એર ઈન્ડિયાની ઓફિસા ગયા હતા.

બીજી તરફ દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંકે કહ્યું હતું કે તે એર ઈન્ડિયાને કાર્યકારી મૂડી અને અન્ય જરૂરિયાત મુજબ લોન આપવા માટે તૈયાર છે.એર ઈન્ડિયાની સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રૂટ પર ઘણી મહત્ત્વપૂર્ણ ફ્લાઇટ્સ છે. આવી સ્થિતિમાં એમ કહી શકાય કે નવા મેનેજમેન્ટ સાથે ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ટ્રાવેલ કરનારા પ્રવાસીઓને સારી સુવિધા મળી શકશે. જણાવીએ કે ટાટા સમૂહના ચેરમેન નટરાજન ચંદ્રશેખરને આ વર્ષે પદ્મભૂષણ અપાયો છે. એર ઈન્ડીયાના સત્તાવાર હસ્તાંતરણ પહેલા ટાટા સન્સના ચેરમેન એન.ચંદ્રશેખરને પ્રધાનમંત્રી મોદીને મળ્યાં હતા. પ્રધાનમંત્રી કાર્યાલયે આ પ્રસંગની એક તસવીર પણ શેર કરી હતી.

Next Story