Connect Gujarat
દેશ

ફરી એકવાર નિર્ભયા કાંડ ! દિલ્હીમાં 9 વર્ષની બાળકી સાથે રેપ અને હત્યાની ઘટના

ફરી એકવાર નિર્ભયા કાંડ ! દિલ્હીમાં 9 વર્ષની બાળકી સાથે રેપ અને હત્યાની ઘટના
X

દિલ્હીમાં 9 વર્ષની દલિત બાળકી સાથે રેપ અને હત્યાના મામલામાં કોંગ્રેસનેતા રાહુલ ગાંધીએ બુધવારે પીડિત પરિવારની મુલાકાત કરી છે. આ મુલાકાત પછી રાહુલે કહ્યું હતું કે પીડિતા પરિવાર ન્યાય ઈચ્છે છે, તેમને બીજું કંઈ જોઈતું નથી. પીડિત પરિવારનું કહેવું છે કે તેમની સાથે ન્યાય નથી થયો, આ કારણે તેમને મદદની જરૂરિયાત છે.

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ન્યાય મળવા સુધી અમે તેમની સાથે ઊભા રહીશું. બીજી તરફ, સ્થાનિક લોકો પણ આ ઘટનાના વિરોધમાં રવિવારે રાતથી જ દેખાવો કરી રહ્યા છે. આ મામલો દિલ્હીના ઓલ્ડ નાંગલ ગામનો છે, જ્યાં સ્મશાનના વોટર કૂલરમાંથી પાણી લેવા ગયેલી 9 વર્ષની દલિત બાળકી પર રેપ થયો અને તેની હત્યા કરવામાં આવી. આ મામલામાં સ્મશાનના પૂજરી રાધેશ્યામ સહિત 4 લોકો આરોપી છે.

બાળકીની માતાનું કહેવું છે કે આરોપીઓએ તેમની મરજી વગર બાળકીના અંતિમસંસ્કાર પણ કરી દીધા. પૂજારી અને તેના કેટલાક સાથીઓએ બાળકીના ઘરના સભ્યોને બોલાવીને કહ્યું હતું કે વોટર કૂલરમાંથી પાણી ભરતી વખતે કરન્ટ લાગવાથી બાળકીનું મૃત્યુ થયું છે. તેમણે બાળકીની માતાને કહ્યું હતું કે પોલીસને જાણ કરી નથી, નહિતર પોસ્ટમોર્ટમ થાત અને તેનાં અંગ કાઢી નાખવામાં આવશે, આમ કહીને આરોપીઓએ બાળકીના અંતિમસંસ્કાર કરી દીધા હતા.

Next Story