ભારતીય શેરબજાર માટે આજનો દિવસ મહત્વનો છે કારણ કે દેશના વિવિધ ભાગોમાં અનેક તહેવારોની ઉજવણી કરવામાં આવી રહી છે. ચૈત્ર નવરાત્રી એ ઉત્તર ભારતમાં ભારતીય નવા વર્ષની શરૂઆત છે, જ્યારે મહારાષ્ટ્રમાં ગુડી પડવો ઉજવવામાં આવે છે. કેટલાક રાજ્યોમાં ઉગાદી અને ચેટી ચાંદની પણ ઉજવણી કરવામાં આવી રહી છે. સ્થાનિક બજારની શરૂઆતમાં સેન્સેક્સ-નિફ્ટીમાં મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો હતો, પરંતુ બજાર ખુલતાની સાથે જ બંને ઇન્ડેક્સ લીલા નિશાનમાં આવી ગયા છે.
સ્થાનિક બજારની શરૂઆતની સાથે જ બીએસઈનો 30 શેરનો ઈન્ડેક્સ સેન્સેક્સ 170.58 પોઈન્ટ્સ અથવા 0.29 ટકાના વધારા સાથે 58,245.26 પર ખુલ્યો હતો. આ સાથે NSEનો 50 શેરવાળો ઈન્ડેક્સ નિફ્ટી 69.95 અંક એટલે કે 0.41 ટકાના વધારા સાથે 17,177.45 પર ખુલવામાં સફળ રહ્યો છે.