Connect Gujarat
દેશ

જમ્મુ-કાશ્મીર: આતંકીઓએ કર્યો ગ્રેનેડ હુમલો, CRPFના બે જવાન ઘાયલ

ભારતીય સેનાના જવાનોએ ઉરી સેક્ટરમાં પાકિસ્તાનની સેના સમર્થિત આંતકવાદીઓના ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો.

જમ્મુ-કાશ્મીર: આતંકીઓએ કર્યો ગ્રેનેડ હુમલો, CRPFના બે જવાન ઘાયલ
X

જમ્મુ-કાશ્મીરના બારામુલાના પલ્હાલન પટ્ટનમાં ગ્રેનેડ હુમલો થયો છે. ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં પલ્હલાન ચોક ખાતે શંકાસ્પદ આતંકવાદીઓએ ગ્રેનેડ ફેંક્યા બાદ બે CRPF જવાનો અને એક નાગરિક ઘાયલ થયા હતા.CRPF પાર્ટી પર ગ્રેનેડ ફેંકવામાં આવ્યો હતો. આ ઘટનામાં સીઆરપીએફના બે જવાન અને એક નાગરિકને ગ્રેનેડમાંથી નીકળેલા છરા વાગ્યા હતાં. આ તમામને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. દરમિયાન હુમલાખોરેને પકડવા માટે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. ભારતીય સેનાના જવાનોએ ઉરી સેક્ટરમાં પાકિસ્તાનની સેના સમર્થિત આંતકવાદીઓના ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. કમલ કોટ ઉરી વિસ્તારમાં સૈનિકોએ શંકાસ્પદ હિલચાલ જોયા બાદ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

દળો દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. અપડેટ ચાલુ છે. મહત્વનું છે કે, જમ્મુ-કાશ્મીરમાં આંતકવાદનો ખાત્મો ચાલું છે. તાજેતરમાં, શ્રીનગરના હૈદરપોરા વિસ્તારમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 2 આતંકવાદીઓ માર્યા ગયાના સમાચાર છે. જમ્મુ અને કાશ્મીર પોલીસના એસઓજીએ ચોક્કસ ઇનપુટ્સ પર હાઇપરપોરા નજીક રહેણાંક વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. અહીં બે આતંકવાદીઓ ફસાયા હોવાનું માનવામાં આવતું હતું, હવે બંનેને સુરક્ષા દળોએ ઠાર માર્યા છે. હાલમાં જ ગુપ્તચર એજન્સીઓએ ઘાટીમાં આતંકવાદી ઘટનાઓમાં સામેલ પાકિસ્તાની આતંકવાદીઓની યાદી તૈયાર કરી છે. જે 38 આતંકવાદીઓની યાદી તૈયાર કરવામાં આવી છે તેમાં 27 લશ્કરના અને બાકીના 11 જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા છે. સુરક્ષા દળો હવે પસંદગીપૂર્વક તેમના નાબૂદીમાં વ્યસ્ત છે.

Next Story