Connect Gujarat
દેશ

'નવા અશોક સ્તંભના સિંહો આક્રમક', વિપક્ષ દ્વારા કરવામાં આવેલ આક્ષેપો કેન્દ્રએ ફગાવ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનની છત પર બનેલા અશોક સ્તંભનું સોમવારે ઉદ્ધાટન કર્યા બાદથી રાષ્ટ્રીય પ્રતીક અશોક સ્તંભ વિવાદોમાં સપડાયું છે.

નવા અશોક સ્તંભના સિંહો આક્રમક, વિપક્ષ દ્વારા કરવામાં આવેલ આક્ષેપો કેન્દ્રએ ફગાવ્યા
X

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનની છત પર બનેલા અશોક સ્તંભનું સોમવારે ઉદ્ધાટન કર્યા બાદથી રાષ્ટ્રીય પ્રતીક અશોક સ્તંભ વિવાદોમાં સપડાયું છે. વિપક્ષે નવા બનેલા અશોક સ્તંભના સિંહોમાં 'ભયાનક' ફેરફાર કરવાનો કેન્દ્ર પર આક્ષેપ કર્યો છે જ્યારે કેન્દ્રે વિપક્ષના આક્ષેપોને આધારહીન ગણાવ્યા છે.

પીએમ મોદીએ રાષ્ટ્રીય પ્રતીક અશોક સ્તંભનું ઉદ્ધાટન કરતાની સાથે જ આ કાર્યક્રમ વિવાદોમાં ઘેરાયો છે. વિપક્ષે નવા અશોક સ્તંભ પર બનેલા ચાર સિંહોની ડિઝાઈન પર સવાલ ઊઠાવ્યા છે. નવા અશોક સ્તંભના સિંહોએ સારનાથમાં અશોક સ્તંભ પરના સિંહોનું ચરિત્ર અને પ્રકૃતિ સંપૂર્ણપણે બદલી નાંખી છે. આ સિંહોના મોં 'આક્રમક' રીતે ખુલ્લા છે જ્યારે સારનાથમાં બનેલા મૂળ અશોકના સ્તંભ પર જે સિંહ બનેલા છે, તેમનું મોં બંધ છે. દેશના રાષ્ટ્રીય પ્રતીક સાથે આ ચેડાં તેનું અપમાન છે. વિપક્ષે દાવો કર્યો કે, નવા અશોક સ્તંભના સિંહ ભારતીય પરંપરા મુજબ નથી. સારનાથના સિંહ શાંત હતા જ્યારે નવા સિંહ આક્રમક છે.

Next Story