અયોધ્યામાં વિકાસના કાર્યોના ડોક્યુમેન્ટને લઈને વડાપ્રધાન મોદીની બેઠક યોજાઈ હતી. દોઢ કલાક સુધી આ બેઠકમાં ચર્ચા વિચારણા ચાલી. જેમા વડાપ્રધાન સામે વિકાસના કાર્યોના ડોક્યુમેન્ટ મુકાવામાં આવ્યા હતા. બેઠકમા ઉત્તરપ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ અને ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મોર્યા તેમજ ઉપ મુખ્યમંત્રી દિેનેશ શર્માએ પણ હાજરી આપી હતી. આ બેઠકમાં બાકીના અન્ય અધિકારીઓ વીડિયો કોન્ફરન્સ દ્વારા જોડાયા હતા.
લખનઉમાં આવેલ મુખ્યમંત્રીના આવાસ સ્થાનેથી બાકીના અધિકારીઓ વીડિયો કોન્ફરન્સ દ્વારા જોડાયા હતા. જેમા ડોક્યુમેન્ટ લઈને બધાએ ચર્ચા કરવામાં આવી હતી.વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજાયેલ આ બેઠકમાં વિત્ત મંત્રી સુરેશ ખન્ના, નગર વિકાસ મંત્રી આશુતોષ ટંડન, પર્યટન મંત્રી નીલકંઠ તિવારી. સિંચાઈ મંત્રી મહેન્દ્ર સિંહ અને અયોધ્યા વિકાસ પ્રાધિકારણના ઉપાધ્યક્ષ વિશાલ સિંહ પણ જોડાયા હતા. આ ઉપરાંત ચીફ સેક્રેટરી, પર્યટન વિભાગના પ્રમુખ સચિવ, નગર વિકાસના મુખ્ય સચિવ સહિત બીજા અન્ય વિભાગના અધિકારીઓ પણ જોડાયા હતા.
બેઠકમાં આવાસ વિકાસના પ્રમુખ સચિવે અયોધ્યાના વિકાસને લઈને ડોક્યુમેન્ટ રજૂ કર્યા. જેમા તેમણે અત્યાર સુધીમાં કેટલા વિકાસના કામ થયા છે. તેમજ ભવિષ્યમાં કેટલા વિકાસના કામ થશે તે મુદ્દે સ્પષ્ટતા કરી હતી. બેઠકમાં અયોધ્યાના વિકાસને લઈને સવિસ્તાર પૂર્વ ચર્ચા કરવામાં આવી હતી. સાથેજ અયોધ્યામાં રામ ભગવાનની મૂર્તીને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે અયોધ્યાના વિકાસને લઈને જે યોજનાઓ બનાવામાં આવી છે તે યોજનાઓ 100 વર્ષની જરૂરીયાતોને ધ્યાનમાં રાખીને બનાવામાં આવી છે. જોકે વડાપ્રધાન દ્વારા માત્ર 30 વર્ષ સુધીની યોજનાઓ જોવામાં આવી હતી. અયોધ્યાના વિકાસ માટે 20 હજાર કરોડના પ્રોજેકટ બનાવામાં આવ્યો છે અને એજ પ્રોજેક્ટો પણ વડાપ્રધાને અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.