Connect Gujarat
દેશ

PM મોદીએ દેશવાસીઓને પાઠવી હોળીની હાર્દિક શુભકામનાઓ

PM મોદીએ પણ દેશવાસીઓને હોળીની શુભકામના પાઠવતા ટ્વિટ કરીને જણાવ્યું કે, 'આપ સૌને હોળીની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ.

PM મોદીએ દેશવાસીઓને પાઠવી હોળીની હાર્દિક શુભકામનાઓ
X

PM મોદીએ પણ દેશવાસીઓને હોળીની શુભકામના પાઠવતા ટ્વિટ કરીને જણાવ્યું કે, 'આપ સૌને હોળીની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ. પરસ્પર પ્રેમ, સ્નેહ અને ભાઈચારાનું પ્રતીક રંગોનો આ તહેવાર તમારા જીવનમાં ખુશીઓના દરેક રંગ લઈને આવે.' નોંધનીય છે કે, PM મોદી સહિતના નેતાઓ અવારનવાર આવા તહેવારો પ્રસંગે કોઇને કોઇ રીતે ટ્વિટ કરીને દેશની જનતાને શુભકામના પાઠવતા જ હોય છે. ત્યારે આજે હોળીના પાવન પર્વ નિમિત્તે વડાપ્રધાન મોદીએ દેશની જનતાને શુભકામના પાઠવી છે.




જો કે, તમને જણાવી દઇએ કે, દેશભરમાં આ હોળીના તહેવારની ઉજવણી જુદી-જુદી રીતે કરવામાં આવતી હોય છે. ત્યારે એ પણ જાણવા જેવું છે કે, આખરે દેશના વિવિધ ભાગોમાં હોળીના પર્વને કેમ અલગ-અલગ રીતે ઉજવવામાં આવે છે. જેમાં ક્યાંક લઠ્ઠમાર હોળી તો ક્યાંક જૂતાથી હોળીની ઉજવણી કરાય છે તો ક્યાંક ફુલો વરસાવીને તો ક્યાંક અગ્નિના સળગતા અંગારા સાથે પણ હોળી રમવામાં આવે છે.

Next Story