"રાહત" : પેટ્રોલમાં રૂ. 9.5 તો ડીઝલમાં રૂ. 7ની કિંમતનો ઘટાડો, ગેસ સિલિન્ડરમાં પણ રૂ. 200નો ઘટાડો કરાયો
એક્સાઈઝ ડ્યુટી ઘટાડાને કારણે પેટ્રોલમાં ભાવમાં 9.5 રૂપિયા અને ડીઝલના ભાવમાં 7 રૂપિયાનો ઘટાટો કરવા માટે કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો

એક્સાઈઝ ડ્યુટી ઘટાડાને કારણે પેટ્રોલમાં ભાવમાં 9.5 રૂપિયા અને ડીઝલના ભાવમાં 7 રૂપિયાનો ઘટાટો કરવા માટે કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે. ઈંધણના વધી રહેલા ભાવના કારણે પ્રજાને મોટી રાહત જાહેર કરી છે. આ સાથે જ પેટ્રોલના લિટર દીઠ રૂપિયા 9.50 અને ડીઝલમાં રૂપિયા 7નો તોતિંગ ઘટાડો જાહેર કર્યો છે. આ ઉપરાંત ગેસ સિલિન્ડરમાં પણ 200 રૂપિયાનો ઘટાડો કરાતા સામન્ય વર્ગને મોદી સરકાર તરફથી મોટી રાહત મળી છે.
દેશના નાણાં મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યુ હતું કે, પેટ્રોલ પર સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટીમાં લિટર દીઠ રૂપિયા 8 અને ડીઝલમાં 6 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જોકે, તેના પરિણામે પેટ્રોલની કિંમત લિટર દીઠ રૂપિયા 9.5 અને ડીઝલ રૂપિયા 7 સસ્તુ થશે. આ અગાઉ કેન્દ્ર સરકારે ગત તા. 3 નવેમ્બર 2021ના રોજ પેટ્રોલ પર લિટર દીઠ રૂપિયા 10 અને ડિઝલ પર 5 રૂપિયા એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો જાહેર કર્યો હતો. જોકે, આ સાથે જ કેન્દ્ર સરકારે ગેસ સિલિન્ડર ઉપર પણ સીધા 200 રૂપિયાનો ઘટાડો જાહેર કર્યો છે. આ ઉપરાંત પીએમ ઉજ્જવલા યોજના હેઠળના સિલેન્ડર પર આ વર્ષે 200 રૂપિયાની સબસિડી આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. નાણાં મંત્રીએ વધુમાં જણાવ્યુ હતું કે, જ્યાં આયાત નિર્ભરતા વધારે છે, ત્યા પ્લાસ્ટિક પ્રોડક્ટ્ માટે રો-મટિરિયલ તથા મીડિયેટર્સ પર એક્સાઈસ ડ્યુટી પણ ઓછી કરવામાં આવી છે. આ ઉપરાંત સ્ટીલના કેટલાક રો-મટિરિયલ પર એક્સાઈઝ ડ્યુટીમાં પણ ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી છે. જોકે, સતત વધતી મોંઘવારીએ સામે હવે પેટ્રોલ-ડીઝલ સહિત ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થતાં લોકોને ખૂબ મોટી રાહત થઈ છે.