Connect Gujarat
દેશ

તેલંગાણા: કાર ચાલકે કિશોરે ફૂટપાથ પર બેઠેલા શ્રમિકોને કચડયા, એક બાળકી સહિત 4 લોકોના મોત

તેલંગાણાના કરીમનગર ખાતે રવિવારે સવારે એક ગાડીએ ફુટપાથ પર બેઠેલા કેટલાક મજૂરોને ટક્કર મારી દીધી હતી.

તેલંગાણા: કાર ચાલકે કિશોરે ફૂટપાથ પર બેઠેલા શ્રમિકોને કચડયા, એક બાળકી સહિત 4 લોકોના મોત
X

તેલંગાણાના કરીમનગર ખાતે રવિવારે સવારે એક ગાડીએ ફુટપાથ પર બેઠેલા કેટલાક મજૂરોને ટક્કર મારી દીધી હતી. આ અકસ્માતમાં એક છોકરી સહિત 4 મહિલાઓના મોત થયા છે. પોલીસના કહેવા પ્રમાણે જાણવા મળ્યા મુજબ કથિત રીતે એ ગાડી એક સગીર છોકરો ચલાવી રહ્યો હતો. સવારે 6:50 કલાકે આ દુર્ઘટના બની હતી. તે વિસ્તારમાં ગાઢ ધુમ્મસ હોવાના કારણે આંખો ચોળતી વખતે કિશોરે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને ગાડી ડિવાઈડર સાથે અથડાઈ હતી તથા ફુટપાથ પર બેઠેલા લોકોને ટક્કર મારી દીધી હતી. એક પોલીસ અધિકારીના કહેવા પ્રમાણે આ દુર્ઘટનામાં 27થી 32 વર્ષની ઉંમરની 3 મહિલાઓ અને 14 વર્ષની એક છોકરીનું મોત થયું છે.

તે પૈકીના 3નું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે એકે હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં દમ તોડ્યો હતો. તે સિવાય અન્ય 2 ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કરીમનગરના પોલીસ કમિશનર વી સત્યનારાયણના કહેવા પ્રમાણે કાયદાનું ઉલ્લંઘન કરનારા કિશોરે બ્રેકના બદલે એક્સીલેટર દબાવી દીધું હતું અને ગાડી વડે 4 મહિલાઓ સહિત અન્યને ટક્કર મારી હતી. કિશોર 9મા ધોરણમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી છે અને અકસ્માત વખતે તેના 2 સગીર મિત્રો પણ કારમાં જ હતા. અકસ્માત બાદ ત્રણેય સગીરો ગાડી છોડીને ભાગી ગયા હતા. પોલીસના કહેવા પ્રમાણે બાદમાં ત્રણેયને પકડી લેવામાં આવ્યા હતા તથા પોતાના સગીર દીકરાને ગાડી ચલાવવાની મંજૂરી આપનારા કારના માલિકને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે, મજૂર પહેલા ફુટપાથ પર બનેલી કામચલાઉ ઝૂંપડીઓમાં રહેતા હતા પરંતુ તાજેતરમાં જ પોલીસ અને નગર નિગમના અધિકારીઓએ તેમને હટાવી લીધા હતા.

Next Story