Connect Gujarat
દેશ

સીડીએસ જનરલ બિપીન રાવતનું હેલિકોપ્ટર ક્રેશ થવાનું કારણ આવ્યું બહાર ! વાંચો રિપોર્ટમાં શું આશંકા વ્યક્ત કરાય

સીડીએસ જનરલ બિપીન રાવતનું હેલિકોપ્ટર ક્રેશ થવા અંગે કોર્ટ ઑફ ઇન્કવાયરીની રિપોર્ટમાં સૌથી મોટો ખુલાસો થયો છે.

સીડીએસ જનરલ બિપીન રાવતનું હેલિકોપ્ટર ક્રેશ થવાનું કારણ આવ્યું બહાર ! વાંચો રિપોર્ટમાં શું આશંકા વ્યક્ત કરાય
X

સીડીએસ જનરલ બિપીન રાવતનું હેલિકોપ્ટર ક્રેશ થવા અંગે કોર્ટ ઑફ ઇન્કવાયરીની રિપોર્ટમાં સૌથી મોટો ખુલાસો થયો છે. સીડીએસનું હેલિકોપ્ટર ક્રેશ થવાનુ કારણ ખરાબ હવામાન હોવાનુ માનવામાં આવી રહ્યું છે. મળતી માહિતી મુજબ એર માર્શલ માનવેન્દ્રસિંહ કમિટીએ પોતાનો રિપોર્ટ પૂર્ણ કરી લીધો છે. હવે તેઓએ લીગલ વિંગ પાસે કાયદાકીય સલાહ માટે રિપોર્ટ મોકલ્યો છે. જલ્દીથી જ વાયુસેના પ્રમુખને રિપોર્ટ સોંપવામાં આવશે. આ રિપોર્ટને લઇને હાલમાં વાયુસેના તરફથી કોઇ સત્તાવાર નિવેદન સામે આવ્યુ નથી. પરંતુ સૂત્રોના જણાવ્યાનુસાર હેલિકોપ્ટર ક્રેશ થયુ છે તેના કારણોની તપાસ કરી રહેલી કમિટીને જાણવા મળ્યુ કે ખરાબ હવામાનને કારણે પાયલટ દિશાહિન થઇ ગયા હશે. જેને કારણે આ દુર્ઘટના સર્જાઇ. જેને ટેકનિકલ ભાષામાં સીએફઆઇટી એટલે કે કંટ્રોલ્ડ ફ્લાઇટ ઇન્ટૂ ટેરેન કહેવામાં આવે છે. વાયુસેનાની ટ્રેનિંગ કમાનના કમાન્ડિંગ ચીફ, એશર માર્શલ માનવેન્દ્રસિંહના નેતૃત્વમાં રક્ષા મંત્રાલયે એક ટ્રાઇ સર્વિસ ઇન્કવાયરીનો આદેશ આપ્યો હતો. જે દુર્ઘટનાના કારણોની તપાસ કરવામાં વ્યસ્ત છે. મહત્વનુ છે કે તમિલનાડુના કન્નૂરમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયુ હતું. હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ તેના બ્લેક બોક્ષની રિકવરી કરવામાં આવી હતી. તેનો ડેટા પણ રિપોર્ટમાં સામેલ કરવામાં આવ્યો છે.ભારતીય વાયુસેનાના એરમાર્શલ માનવેન્દ્ર સિંહની અધ્યક્ષતામાં તપાસ સમિતમાં સેનાની ત્રણેય પાંખ જોડાઇ હતી. સીડીએસ જનરલ બિપીન રાવત અને તેમની પત્ની મધુલિકા સહિત કુલ 14 લોકોના મોત નીપજ્યા હતા.

Next Story