Connect Gujarat
દેશ

ભારતમાં કોરોના સામેની જંગમાં નાઈટ કર્ફ્યુ પાછળ કોઈ સાયન્સ નથી, WHOના મુખ્ય વૈજ્ઞાનિકે જણાવી ચોંકાવનારી વિગતો

એક અહેવાલ અનુસાર તેમણે કહ્યું કે ભારત જેવા દેશોએ વાયરસ ફેલાવાને રોકવા માટે સાયન્સ આધારિત નીતિઓ બનાવવી જોઈએ

ભારતમાં કોરોના સામેની જંગમાં નાઈટ કર્ફ્યુ પાછળ કોઈ સાયન્સ નથી, WHOના મુખ્ય વૈજ્ઞાનિકે જણાવી ચોંકાવનારી વિગતો
X

WHOના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને ભારપૂર્વક જણાવ્યું છે કે જ્યારે કોવિડ-19ના નલા વેરિયન્ટના ઓમિક્રોનના ફેલાવાને પહોંચી વળવાની વાત આવે છે ત્યારે નાઇટ કર્ફ્યુ પાછળ કોઈ સાયન્સ નથી. એક અહેવાલ અનુસાર તેમણે કહ્યું કે ભારત જેવા દેશોએ વાયરસ ફેલાવાને રોકવા માટે સાયન્સ આધારિત નીતિઓ બનાવવી જોઈએ.સૌમ્યાએ કહ્યું, 'નાઈટ કર્ફ્યુ જેવી બાબતો પાછળ કોઈ સાયન્સ નથી. પુરાવા આધારિત પગલાં લેવા પડશે. જાહેર આરોગ્યના પગલાંની સંપૂર્ણ સૂચિ છે. સ્વામીનાથને કહ્યું, 'મનોરંજન સ્થાનો એવી જગ્યાઓ છે જ્યાં આ વાયરસ સૌથી વધુ ફેલાય છે. ત્યાં કેટલાક નિયંત્રણો લાદવામાં આવે તે સ્વાભાવિક છે. તેમણે કહ્યું કે ભારતીયોએ તૈયાર રહેવાની જરૂર છે, ગભરાવાની નહીં.

WHO વૈજ્ઞાનિકે કહ્યું, 'અમે ભારતમાં ઓમિક્રોન કેસમાં વધારો જોવાની અપેક્ષા રાખી શકીએ છીએ, મને લાગે છે કે તે હમણાં જ કેટલાક શહેરોમાં શરૂ થઈ રહ્યું છે અને ઘણા લોકોને સંક્રમિત કરશે.' છેલ્લા 24 કલાકમાં ઝડપથી ફેલાતા કોવિડ વેરિયન્ટ ઓમિક્રોનના 309 નવા કેસ મળી આવતા, શુક્રવારે ભારતમાં ઓમિક્રોનના કુલ કેસોની સંખ્યા વધીને 1,270 થઈ ગઈ છે. જેમાંથી 374ને રજા આપવામાં આવી છે.23 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં અત્યાર સુધીમાં ઓમિક્રોન સંક્રમણ નોંધાયો છે, જેમાં મહારાષ્ટ્ર સૌથી વધુ 450 કેસો નોધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ, આમાંથી 125 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે બીજા નંબર પર દિલ્હીમાં 320 ઓમિક્રોન સંક્રમણના બીજા સૌથી વધુ કેસ છે. જોકે, તેમાંથી 57ને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

Next Story