Connect Gujarat
દેશ

ઉત્તરપ્રદેશ: કુશીનગરમાં PM મોદીએ મહાપરિનિર્વાણ સ્તૂપમાં ભગવાન બુદ્ધની પૂજા કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કુશીનગરના પ્રવાસે છે. મોદી ભગવાન બુદ્ધના મહાપરિનિર્વાણ સ્તૂપ સ્થળે પહોંચ્યા હતા.

ઉત્તરપ્રદેશ: કુશીનગરમાં PM મોદીએ મહાપરિનિર્વાણ સ્તૂપમાં ભગવાન બુદ્ધની પૂજા કરી
X

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કુશીનગરના પ્રવાસે છે. મોદી ભગવાન બુદ્ધના મહાપરિનિર્વાણ સ્તૂપ સ્થળે પહોંચ્યા હતા.PM મોદીએ ત્યાં પશ્ચિમ તરફ માથું રાખીને સૂતેલી સ્થિતિમાં ભગવાન બુદ્ધ પ્રતિમાની પૂજા કરી હતી. મોદીએ ભગવાન બુદ્ધને 6 મીટર લાંબું ચિવર અર્પણ કર્યું હતું. બૌદ્ધ સાધુઓ દ્વારા ચિવર પહેરાવવામાં આવે છે. ભગવાન બુદ્ધે તેમનો અંતિમ સમય અહીં વિતાવ્યો હતો. અહીં જ તેમણે પોતાના શરીરનો ત્યાગ કર્યો હતો.PMએ મંદિર પરિસરમાં પીપળાનો છોડ વાવ્યો હતો. આ પછી તેઓ શ્રીલંકાના બૌદ્ધ સાધુઓને પણ મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કુશીનગર ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદઘાટન કર્યું. આ પ્રસંગે સંબોધન કરતાં PM મોદીએ કહ્યું, આ એરપોર્ટે વિશ્વભરના બૌદ્ધભક્તોને જોડી દીધા છે. ભગવાન બુદ્ધ સાથે સંકળાયેલાં સ્થાનોને જોડાવા, વધુ સારી કનેક્ટિવિટી માટે આજે ભારત દ્વારા ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. કુશીનગરનો વિકાસ યુપી અને કેન્દ્ર સરકારની પ્રાથમિકતાઓમાં છે. બુદ્ધની જન્મભૂમિ લુમ્બિની અહીંથી દૂર નથી. મોદીએ વધુમાં કહ્યું હતું કે કુશીનગર આસ્થા અને પ્રેરણાનું કેન્દ્ર છે.

Next Story
Share it