કરજણ: ઝૈદ રેસિડેન્શીમાં પ્રાથમિક સુવિધાઓના અભાવે રહિશોને હલાકી

New Update
કરજણ: ઝૈદ રેસિડેન્શીમાં પ્રાથમિક સુવિધાઓના અભાવે રહિશોને હલાકી

કરજણના ઝૈદ રેસિડેન્શીમાં સુવિધાઓના અભાવે રહિશો ભારે હાડમારીનો સામનો કરી રહ્યા છે.વડોદરાના કરજણ નગરની જલારામ ચોકડીની બાજુમાં આવેલી ઝૈદ રેસિડન્શીમાં વસતા રહિશોને અસુવિધાઓને પગલે ભારે હાડમારીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

Advertisment

વડોદરાના એક બિલ્ડર દ્ધારા નિર્માણ કરાયેલી ઝૈદ રેસિડેન્શીમાં રહેતા રહિશોના જણાવ્યા મુજબ બિલ્ડર દ્વારા મકાનોમાં ઉપલબ્ધ કરાયેલી સુવિધાઓ અપુરતી હોઇ રહિશો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ઝૈદ રેસિડન્શીમાં રહેતા રૂકસાનાબેનના જણાવ્યા પ્રમાણે ધારાધોરણ મુજબ જે સુવિધાઓ પુરી પાડવી જોઇએ તે પુરી પડાઇ નથી.

આ બાબતે વારંવાર રહિશો દ્વારા બિલ્ડરને રજુઆતો કરવા છતાં બિલ્ડર ગલ્લાતલ્લા કરતા હોવાનું રૂકસાનાબેને જણાવ્યું હતું. બિલ્ડર દ્વારા બનાવવામાં આવેલી ઝૈદ રેસિડેન્શીમાં માર્ગો પણ અધુરા બન્યા હોવાનું જાણવા મળ્યું છે. રૂકસાનાબેને મકાનના હપ્તા બાબતે પણ બિલ્ડર પર ગંભીર આક્ષેપો કર્યા હતા અને બિલ્ડર દ્વારા તકલાદી બાંધકામ કરાયું હોવાના પણ ગંભીર આક્ષેપો કર્યા હતા. લોનથી લીધેલા મકાન બાબતે પણ બિલ્ડર પર છેતરપીંડી કરી હોવાના પણ ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. તો બિલ્ડર દ્વારા ઝૈદ રેસિડન્શીમાં પર્યાપ્ત સુવિધાઓ ઉપલબ્ધ કરાવાય એવી રહિશો દ્વારા પ્રબળ માંગ ઉઠવા પામી છે.

Advertisment
Latest Stories