New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/maxresdefault-434.jpg)
વર્ષ ૨૦૧૯ દરમિયાન વડોદરા જિલ્લાના કરજણ પોલીસ મથકની હદ વિસ્તારમાં પોલીસે ઝડપી પાડેલા વિવિધ બ્રાંડના ગેરકાયદેસર વિદેશી દારૂના જથ્થાનો મંગળવારના રોજ કુરઇ રોડ પર આવેલી સાગર જીનના કમ્પાઉન્ડમાં વહિવટી તેમજ પોલીસ અધિકારીઓની હાજરીમાં બુલડોઝર ફેરવી દઇ નાશ કરાયો હતો.
પોલીસ સુત્રીય માહિતી અનુસાર કુલ ૨૧૧૨૧ નંગ દારૂની બોટલો જેની અંદાજિત કિંમત ૫૯,૩૩,૦૧૦ રૂપિયાનો દારૂના જંગી જથ્થાનો નાશ કરાયો હતો. વિદેશી દારૂનો જથ્થો નષ્ટ કરવાની સમગ્ર કામગીરી કરજણના પ્રાંત અધિકારી ડો. વિપિન ગર્ગ, વડોદરા ગ્રામ્ય ડી વાય એસ પી કલ્પેશ સોલંકી, કરજણ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર જે ડી ડાંગરવાલા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે ડી સરવૈયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે બી વિહોલની હાજરીમાં પૂર્ણ થઇ હતી.