/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/maxresdefault-103.jpg)
કરજણ તાલુકાના સાંપા ગામમાં ગતરોજ આડા સંબંધની શંકા એક યુવાનનું ઢીમ ઢાળી દેવાતા ટચૂકડા ગામમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.
કરજણના સાંપા ગામની નવીનગરીમાં રહેતા અરવિંદ સોમા વસાવાની પત્ની જ્યોત્સના સાથે એ જ ગામમાં રહેતાં શૈલેષ અર્જુન વસાવા સાથે અરવિંદ વસાવાને પોતાની પત્ની સાથે આડા સંબંધો હોવાની શંકા હતી. જેની અરવિંદે રીસ રાખી શૈલેશ નામનો યુવાન જ્યારે ખાટલામાં આરામ કરતો હતો તે વેળા તકનો લાભ લઇ આવેશમાં આવી ગયેલા અરવિંદે શૈલેશ પર જીવલેણ હુમલો કરી તેના ગળાના ભાગે ઉપરા છાપરી પાળિયાના ઘા ઝીંકી શૈલેષને ખાટલામાં જ મોતને ઘાટ ઉતારી દીધો હતો.
હત્યા કર્યા બાદ હત્યારો અરવિંદ ફરાર થઈ ગયો હતો ઘટનાની જાણ પોલીસને થતા ડોગસ્ક્વોડ સાથે પોલીસ કાફલાએ ઘટના સ્થળ પર પહોંચી જઇ હત્યારા અરવિંદની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે ગણતરીના કલાકોમાં જ શૈલેશની હત્યા કરનાર હત્યારાને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દિધો હતો. હત્યા સંદર્ભે સુમિત્રા રાજુ વસાવાએ હત્યારા અરવિંદ સોમા વસાવા વિરૂધ્ધ કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સાંપા ગામમાં આડા સંબંધની શંકાએ ખેલાયેલા ખૂની ખેલની ઘટના સમગ્ર કરજણ પંથકમાં ભારે ચર્ચાનો વિષય બનવા પામી છે.