/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/maxresdefault-24.jpg)
મોરબીમાં રૂ. ૯૦ હજારની ડુપ્લીકેટ ચલણી નોટો સાથે એક શખ્સને એસઓજીની ટીમે પકડી પાડ્યો છે. આ શખ્સ પાસેથી ડુપ્લીકેટ નોટો આવી ક્યાંથી અને તેને અત્યાર સુધીમાં માર્કેટમાં કેટલી જાલી નોટો ઘુસાડી છે.
એ મુદ્દે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. એસપી કરનરાજ વાઘેલાના જણાવ્યા અનુસાર સેન્ટમેરી સ્કૂલથી આગળ રેલવે પાટાની આગળ મનીષ મંગળભાઈ પટેલને ૨ હજારની ૪૦ નંગ અને ૧૦૦ની ૧૦૦ નંગ મળી કુલ રૂ. ૯૦ હજારની ડુપ્લીકેટ ચલણી નોટો સાથે પકડી પાડ્યો છે. જાલી નોટ સાથે પકડાયેલો આ શખ્સ આંગડિયા પેઢીનો પૂર્વ કર્મચારી છે.
અગાઉ તે નોટબંધી વખતે પણ મોરબીમાં રૂ. ૩૦ લાખની જૂની નોટ સાથે પકડાયો હતો. એસઓજીએ આ શખ્સને એ ડિવિઝન પોલીસને સોંપી તેની સામે ગુનો નોંધાવીને તેને આ જાલી નોટો ક્યાંથી મેળવી અને અગાઉ કેટલી નોટો વાપરી છે તે દિશામાં તપાસ ચલાવી હોવાનું જાણવા મળ્યું છે.