પાદરા ખાતે યોજાયેલ કોસ્ટલ મેનેજમેન્ટ ઝોનની લોકસુનવણીનો કરાયો વિરોધ

New Update
પાદરા ખાતે યોજાયેલ કોસ્ટલ મેનેજમેન્ટ ઝોનની લોકસુનવણીનો કરાયો વિરોધ

સર્વે દ્વારા બનાવેલ નકશા અને હયાત નકશામાં વિરોધાભાસ થયાનો સ્થાનિકોનો આક્ષેપ

વડોદરા જિલ્લાનાં પાદરા ખાતે જીપીસીબી દ્વારા યોજાયેલા કોસ્ટલ મેનેજમેન્ટ ઝોનની લોકસુનવણીનો વિરોધ કરવામાં આવ્યો હતો. ચાલુ મિટીંગમાંથી તમામ લોકોએ વોકાઉટ કરી લેતા સુનવણી ઠેરની ઠેર રહી હતી.

જીપી.સીબી દ્વારા પાદરા તાલુકા પંચાયત ખાતે આજરોજ કોસ્ટલ મેનેજમેન્ટ ઝોનની લોકસુનવણી યોજવામાં આવી હતી. જેમાં ધારાસભ્ય જશપાલસીંહ પઢીયાર સહિત પાદરાના સરપંચ અને ગ્રામજનો દ્વારા સર્વેમાં

થયેલા નકશા અને હયાત નકશામાં વિરોધાભાસ થયો હોવાના આક્ષેપ સાથે ભારે વિરોધ નોંધાવી લોકસુનવણીમાંથી વોક આઉટ કર્યો હોવાની માહિતી સાંપડી રહી છે.