Connect Gujarat
ગુજરાત

ગોંડલઃ નદી માં ન્હાવા પડેલ યુવાનનું ડૂબી જવાથી મોત

ગોંડલઃ નદી માં ન્હાવા પડેલ યુવાનનું ડૂબી જવાથી મોત
X

ગોંડલ ફાયર વિભાગને જાણ કરાતાં ટીમે ઘટના સ્થળે પહોંચી હતી

ગોંડલ તાલુકાના વોરકોટડા ગામે આવેલ નદીમાં ન્હાવા પડેલ ત્રણ યુવાનોમાંથી એક યુવાનનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. જ્યારે બે યુવાનો નો બચાવ થયો હતો. ગોંડલ ફાયર ફાઇટર ટિમ ઘટના સ્થળે દોડી ગયેલ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ સબ જેલ સામે આવેલ આવાસ યોજનામાં રહેતા અને ડ્રાઇવિંગની મજૂરી કામ કરતા પરેશ મગનભાઈ મકવાણા અને તેના બે મિત્રો બપોરના સુમારે વોરકોટડા ગામે શ્રી બીલેશ્વર મહાદેવજી મંદિર પાસે આવેલ નદી માં ન્હાવા પડ્યા હતા. જોત જોતામાં પરેશ ઊંડા પાણીમાં ગરક થતા તેનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બે યુવાનો પાળી ની પાસેજ હોય બચાવ થવા પામ્યો હતો, ઘટનાનાઈ જાણ ગોંડલ નગરપાલિકાના ફાયર ટિમ ને કરતા દોડી જઇ યુવાન ના મૃતદેહ ને બહાર કાઢી પીએમ માટે સરકારી દવાખાને ખસેડયો હતો પરેશ બે બાઈઓના પરિવાર માં નાનો હતો અને એક બહેન સાસરે હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

અત્રે એ ઉલ્લેખનીય છે કે પ્રતિવર્ષ આ જગ્યા ઉપર અનેક લોકોના ડૂબી જવાથી મોત નિપજતા હોય છે તંત્ર દ્વારા તકેદારીના બોર્ડ લગાવાય તેવી માંગ ઉઠવા પામી છે.

Next Story