Connect Gujarat
ગુજરાત

રાજકોટઃ ટ્રેન નીચે ઝંપલાવી યુવાનનો આપઘાત, મોતનો Live વીડિયો થયો વાયરલ

રાજકોટઃ ટ્રેન નીચે ઝંપલાવી યુવાનનો આપઘાત, મોતનો Live વીડિયો થયો વાયરલ
X

આ યુવાન નવસારી જિલ્લાનો હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે, પોલીસે વાલી વારસને શોધવા કવાયત હાથ ધરી

રાજકોટનાં વાંકાનેર રેલવે ફાટક પાસે એક યુવાને આપઘાત કરી લેતાં ચકચાર મચી છે. જોકે યુવાને ફાટક પાસે ઊભેલા લોકોની નજર સામે જ ટ્રેઈન નીચે ઝંપલાવતાં અરેરાટી ફેલાઈ છે. આ મોતનો લાઈવ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

રાજકોટનાં વાંકાનેર રેલવે સ્ટેશન નજીક આવેલા એક ફાટક ઉપર ચાલુ ટ્રેન નીચે ઝંપલાવી અજાણ્યા યુવાને મોતને વ્હાલુ કર્યું હતું. ટ્રેન આવવાનો સમય હોવાથી ફાટક બંધ હોય કેટલાંક વાહન ચાલકો ત્યાં ઊભા હતા. શરૂઆતમાં આ અજાણ્યા યુવાને ફાટક ઉપર ઊભેલા વાહન ચાલકો સાથે પણ થોડી વાતચિત કરી હતી. બાદમાં જેવી ધસમસતી ટ્રેન ફાટક નજીક આવી કે તરત જ યુવાન ફાટક ક્રોસ કરીને ટ્રેન નીચે ધસી ગયો હતો. અને સેકન્ડીની ઘડીમાં જ લોકોની નજર સામે જ મોતને ભેટ્યો હતો. જેના કારણે ત્યાં હાજર લોકોમાં અરેરાટી ફેલાયી હતી.

યુવાને ટ્રેન તરફ દોટ મૂકતાં લોકોએ તેને બચાવવા બુમાબુમ પણ કરી હતી. આ અજાણ્યા યુવાનનો મોતનો લાઈવ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ અજાણ્યો યુવાન નવસારીનો હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. સ્થાનિક પોલીસે મૃતદેહનો કબજો લઈ તેનાં વાલી વારસને શોધવાની કવાયત હાથ ધરી છે.

Next Story