New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/maxresdefault-87.jpg)
રાજકોટમા દિવસે અને દિવસે ચોરી, લૂંટફાટના બનાવો સામે આવી રહ્યા છે. તાજેતરમા જ રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમા આવેલ એક્ષીસ બેન્કનુ એટીએમ તોડી લૂંટવામા આવ્યુ હતું. તો બિજી તરફ શહેરમા છેલ્લા 14 દિવસમા ચાર અલગ અલગ સ્થળોએ એટીએમ તોડવાના પ્રયાસો થયા હોવાનુ સામે આવ્યુ હતું.
જેના પગલે પોલીસે પણ એટીએમ તોડવાનો પ્રયાસ કરનાર આરોપીઓને પકડી પાડવા પ્રયાસો શરૂ કર્યા હતા. જેના લિધે રાજકોટ કુવાડવા પોલીસે પોપટપરામા રહેતા બે શખ્સોને ઝડપી પાડયા છે. આ બંને શખ્સો જ્યારે મોરબી રોડ પર આવેલ મારવાડી કોલેજની બહાર રહેલુ એટીએમ કાપી રહ્યા હતા. ત્યારે જ પોલીસે તેમને ઝડપી લીધા છે.