New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/maxresdefault-405.jpg)
છેલ્લા પાંચ દિવસથી પોલીસ અધિકારીઓના ટિકટોક વિડીયો વાઈરલ થઈ રહ્યા છે. ત્યારે રાજકોટ પોલીસનો વધુ એક વિડીયો વાઈરલ થયો છે. જે વિડીયોમા ભક્તિનગર પોલીસ સ્ટેશનના ડિ સ્ટાફમા ફરજ બજાવતા દિવ્યરાજસિંહ ઝાલાનો સિમ્બા સ્ટાઈલનો વિડીયો વાઈરલ થયો છે.
જે વિડીયોમા મોંધીદાટ ફોર્ચયુનર કાર પર બેસી દિવ્યારાજસિંહ ઝાલાએ સિમ્બા સ્ટાઈલનો વિડીયો બનાવ્યો છે. આ મામલે ડિસીપી ઝોન ૧ રવિ મોહન સૈની દ્વારા તપાસના આદેશ આપ્યા હોવાનુ પણ સામે આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમા રાજકોટ શહેરના પુર્વ વોર્ડનનો વિડીયો વાઈરલ થયો છે. જે મામલે ડિસીપી દ્વારા બે કોન્સટેબલને સસ્પેન્ડ પણ કરવામા આવ્યા છે. ત્યારે તપાસના અંતે દિવ્યરાજસિંહ ઝાલા પર ક્યા પ્રકારના ખાતાકિય પગલા લેવાશે તે જોવું રહ્યું.