Connect Gujarat
ગુજરાત

રાજકોટ : કોંગ્રેસના બળવાખોર સભ્યોમાં પડયાં ફાંટા, કારોબારી સમિતિના ચેરપર્સનનું રાજીનામું

રાજકોટ : કોંગ્રેસના બળવાખોર સભ્યોમાં પડયાં ફાંટા, કારોબારી સમિતિના ચેરપર્સનનું રાજીનામું
X

કોંગ્રેસ

શાસિત રાજકોટ જિલ્લા પંચાયત ફરી એક વખત વિવાદમાં આવી છે. આજે જિલ્લા પંચાયતમાં

કારોબારી બેઠક મળે તે પહેલાં જ કારોબારી સમિતિના ચેરપર્સન રેખાબેન પટોળીયાએ રાજીનામું ધરી દેતા

કોંગ્રેસમાંથી ભાજપમાં ભળનાર રેખાબેન સહિત બળવાખોર જૂથમાં હવે ફાંટા પડ્યા હોવાની

ચર્ચા ચાલી રહી છે.

રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના સભ્યોએ ચેરપર્સન સામે અવિશ્વાસની દરખાસ્ત મુકવાની જાહેરાત કરી હતી. સમિતિના 9 સભ્યોમાંથી 6 સભ્યોએ ચેરપર્સન વિરૂધ્ધ મોરચો ખોલ્યો હતો. સોમવારના રોજ સમિતિની બેઠક મળે તે પહેલાં જ રેખાબેને રાજીનામું ધરી દીધું હતું. પરંતુ પ્રમુખ દ્વારા હજુ સુધી રાજીનામાનો સ્વિકાર કરવામાં આવ્યો નથી. કોંગ્રેસના આગેવાન અર્જુન ખાખરીયા જણાવ્યું હતું કે કોંગ્રેસને આ બાબતે કાંઈ લેવાદેવા નથી બાગી સભ્યોને કોંગ્રેસ પહેલા જ સસ્પેન્ડ કરી ચૂકી છે ત્યારે બાગી સભ્યો ની અંદરોઅંદર ની લડાઈના કારણે રેખાબેનને રાજીનામું આપવાની ફરજ પડી છે.

બળવાખોર જૂથના આગેવાન કેપી પાદરીયા એ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કારોબારી સમિતિમાં સંકલનના અભાવે અને કામ ન થતાં હોવાના કારણે અમે છ સભ્યોએ સાથે મળી રેખાબેન પટોડીયા સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકી છે છ સભ્યો માંથી કોઇપણ કારોબારી ચેરમેન બની શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં જ કે.પી. પાદરીયા સામે સોલાર કૌભાંડમાં કોન્ટ્રાક્ટર સાથે મીલીભગતને લઈને એસીબીમાં લાંચ નો કેસ થયો હતો ત્યારે હવે જિલ્લા પંચાયતમાં બાગી સભ્યોમાંથી નવા ચેરમેન કોણ બનશે તે એક મોટો પ્રશ્ન છે

Next Story