Connect Gujarat
ગુજરાત

રાજકોટ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાએ ભર્યુ ફોર્મ

રાજકોટ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાએ ભર્યુ ફોર્મ
X

લોકસભાની ચૂંટણી માટે ફોર્મ ભરવાનુ આવતીકાલે અંતિમ દિવસ છે. ત્યારે કોંગ્રેસના રાજકોટ લોકસભા માટેના ઉમેદવાર લલિત કગથરાએ આજરોજ વહેલી સવારે સ્વામિનારાયણ ગુરૂકુળ અને ત્યારબાદ બાલાજીના દર્શન કર્યા હતા. તો ત્યારબાદ તેઓ મોરબીના શનાળા ગામે પહોંચ્યા હતા. જ્યાં તેમણે શક્તિ માતાજીના દર્શન કર્યા હતા.જે બાદ તેઓ ગાડીઓના કાફલા સાથે રાજકોટ સભા સ્થળે પહોંચ્યા હતા. જ્યાં તેઓ સભામા આવેલ એક-એક મતદારોને મળ્યા હતા.

તો સભા યોજ્યા બાદ કલેકટરને પોતાનુ ઉમેદવારી ફોર્મ પણ આપ્યું હતું. આ તકે કનેકટ ગુજરાત સાથેની વાતચીતમા લલિત કગથરાએ કહ્યું હતું કે મોદી સરકાર દ્વારા લેવામા આવેલ નોટબંધી, જીએસટીના નિર્ણયોથી પ્રજા દુખી છે. ત્યારે આગામી દિવસોમા હું સમાજના દરેક તબક્કાનો પ્રતિનિધી બનીશ. તો મોહન કુંડારીયા વિશે જણાવતા કહ્યું હતું કે મોહન કુંડારીયા ૨૨ વર્ષ સુધી પડધરી ટંકારાના ધારાસભ્ય રહ્યા હતા. તેમ છતા તેમણે જેટલા પ્રશ્નો વિધાનસભામા નથી ઉઠાવ્યા તેનાથી વધુ પ્રશ્નો મે માત્ર ૧૪ મહિનામા જ ઉઠાવ્યા છે. ચોકક્સ ભુતકાળમા હુ મોહન કુંડારીયા સામેની ચૂંટણી હાર્યો હતો. પરંતુ આ વખતે મોહન કુંડારીયા મારી સામે હાર મેળવશે.

Next Story