New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/maxresdefault-249.jpg)
રાજકોટ શહેરના જીવરાજપાર્ક માં કારખાનેદારે પત્ની અને પુત્રને ગળાના ભાગમાં છરીના ઘા ઝીંક્યા બાદ આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે.
મૃતક રાજેશ પટેલ કારખાનું ધરાવે છે. આર્થિક ભીંસના કારણે પ્રથમ પત્ની અને પુત્રને ગળાના ભાગે છરીના ઘા ઝીંક્યાં હતા. બાદમાં પોતે ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. ત્યારે હાલ પત્ની સોનલ અને પુત્ર સાહિલ ને શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હાલમાં તો પત્ની અને પુત્રનું સ્વાસ્થ્ય સ્વસ્થ થતા પોલીસ તેમના નિવેદન નોંધી વધુ કાર્યવાહી હાથ ધરશેનું જાણવા મળી રહ્યું છે.