Connect Gujarat
ગુજરાત

રાજકોટઃ 26 મંદિરોમાં કરી હતી ચોરી, સગીર સહિત બે તસ્કરો ઝડપાયા

રાજકોટઃ 26 મંદિરોમાં કરી હતી ચોરી, સગીર સહિત બે તસ્કરો ઝડપાયા
X

પોલીસે રૂપિયા 1.76 લાખનો મુદ્દામાલ કજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી

રાજકોટના જેતપુર શહેર તેમજ તાલુકાના જુદાજુદા 26 જેટલા મંદિરોમાં શ્રાવણ માસ દરમિયાન જ ભગવાન પરના ચાંદીના છત્રો તેમજ આભૂષણોની ચોરી કરીને લોકોની લાગણી દુભાવવાનું કામ કરનાર તસ્કર બેલડીને જેતપુર તાલુકા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ઝડપી પાડી છે. તેમની પાસેથી પોલીસે ચોરીનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે.

શ્રાવણ માસ દરમિયાન જેતપુર શહેરના ધોરાજી રોડ પર આવેલ નાગનાથ મહાદેવ અને ચારબાઈ મંદિરમાં કોઈ અજાણ્યા તસ્કરો ચોરી કર્યાની સિટી પોલીસમાં મંદિરના પૂજારીએ ફરીયાદ નોંધાવી હતી. જે બાદ તાલુકાના બોરડી સમઢીયાળા ગામે એક જ રાતમાં છ મંદિરો, ભેડા પીપળીયા ગામે બે મંદિરો, દેવકી ગાલૌર ગામે એક મંદિર, પીઠડીયા ટોલનાકા પાસે લંબોદર ગણપતિ મંદિર એમ જુદાજુદા મંદીરોમાં ચોરી થઈ હતી. જેમાં ભગવાન પર ચડાવેલ ચાંદીના છતરો, મુગટ તેમજ જુદાજુદા આભૂષણોની ચોરીઓ થતાં અને તેઓની ફરીયાદ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.

આ તસ્કર ગેંગને પકડવા ડીવાયએસપી જે એમ ભરવાડ દ્વારા જુદીજુદી ટીમો બનાવીને તપાસ આરંભતા જુનાગઢ જીલ્લાના એક મંદિરમાં બે તસ્કરોના સીસીટીવી ફૂટેજ હાથ લાગ્યા હતા. તેમાં જ દેખાતા બે તસ્કરો દેવકી ગાલૌર ગામમાં ચોરી થઈ હતી ત્યાંના રોડ પરની એક દુકાનના સીસીટીવી ફુટેજમાં દેખાતા તે ફુટેજ મેળવી તસ્કર બેલડી જે મોટર સાયકલ પર જતી હતી તેના નંબર જોઈ તપાસ કરતા જેતપુર તાલુકાના આરબ ટીંબડી ગામના ધર્મેશ ઉર્ફે ધમો બાવનજી મકવાણાના હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું.

પોલીસે તેની પુછપરછ કરતા જે જણાવ્યું તે સાંભળી પોલીસ પણ અચંબામાં પડી ગઈ હતી. આ ધર્મેશ અને તેનો કૌટુંબીક ભાઈ જે સગીરવયનો છે. તે બંનેએ થઈને જેતપુર શહેર તાલુકા ઉપરાંત જુનાગઢ જિલ્લો ગોંડલ તાલુકાના થઈ કુલ 26 જેટલા મંદીરોમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. બાદમાં પોલીસે સગીરવયના તસ્કરની પણ ધરપકડ કરી બંને પાસેથી 157 ચાંદીના છત્ર તેમજ ચાંદીના જુદાજુદા 24 આભૂષણો અને સોનાના નવ દાગીના કિંમત રૂપિયા 1.76 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આરોપી પાસે થી કબ્જે કરાયેલ મુદામલ

૧) નાના મોટા ચાંદીના છતર નંગ ૧૫૭ કુલ વજન ૨૮૫૨ ગ્રામ કિ.રૂ.૫૫,૩૬૧/-

(૨) સોના ની ચીજ વસ્તુ નંગ ૯ કુલ વજન ૧૮.૩૫ ગ્રામ કિ.રૂ.૪૬,૫૦૦/-

(૩) ચાંદીની નાની મોટી ચીજ વસ્તુ નંગ ૨૪ વજન ૨૦૧૭ ગ્રામ કી.રૂ. ૪૮,૬૫૦/-

Next Story