/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/maxresdefault-309.jpg)
રાજકોટમાં સમી સાંજે વરસાદ પડતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. રવિવારની સાંજ હોવાથી લોકો વરસાદ શરુ થતા ઘરની બહાર ન્હાવા નિકળ્યા હતા, તો બિજી તરફ નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. દર વર્ષે ચોમાસાની સિઝનમાં એક ઈંચ વરસાદ પડતાની સાથે નદી નાળા છલકાય ઉઠતા હોઈ છે. જેના કારણે વાહન વ્યવહાર ઠપ્પ થઈ જતો હોઈ છે, ત્યારે આજે પણ વરસાદ પડતા લક્ષ્મિનગરનુ નાળુ, એસ્ટ્રોન ચોકનું નાળાઅને મોદી સ્કુલનું નાળુંબંધ થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.
તો બીજી તરફ એક કાર મવડી વિસ્તારમાં તણાઈ હતી, જેના કારણે ફાયર બ્રિગેડ અને સ્થાનિકોની મહા મહેનતે કાર ચાલકનો કાર સાથે આબાદ બચાવ કર્યો હતો. સ્થાનિકો જણાવ્યા પ્રમાણે મવડી વિસ્તારમાં આવેલ કાવેરીપાર્ક પાસે સીસી રોડ મંજુર થવા પામ્યો છે. જે બાબતનું ટેન્ડરિંગ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં કામકાજ નથી થવા પામ્યું. ત્યારે આ વોર્ડ નં. 11માં કોંગ્રેસના 4 કોર્પોરેટર ચૂંટાઈને આવ્યા હોવા છતાં કામ ન થતા હોવાની વાત પણ સામે આવી રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ગત વર્ષે 3 બાળકો પાણીમાં તણાઈ ગયા હતા, જો કે કેટલાક સ્થાનિકોની જાગૃતતાના કારણે તેમનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો.