New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/maxresdefault-189.jpg)
રાજકોટમા ઉનાળાના પ્રારંભે જ પાણીની પારાયણ શરૂ થઈ છે. રાજકોટના મવડી ચોક વિસ્તારમા સ્થાનિક મહિલાઓએ પાણી આપો પાણી આપોના નારા લગાડી માટલા ફોડી વિરોધ પ્રદર્શીત કર્યો હતો.
સાથે જ ચક્કાજામ કરવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે સ્થાનિક પોલીસ આવી પહોંચતા વિરોધ ઉગ્ર બનતા અટક્યો હતો. કનેકટ ગુજરાત સાથેની વાતચિતમા સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતું કે અમારા વિસ્તારમા નિયમિત પાણી આપવામા નથી આવતુ. તેમજ જ્યારે પણ પાણી આવે છે તે પિવાલાયક હોતુ નથી. કોર્પોરેશનમા અનેક વાર રજુઆત કરવામા આવી છે. તેમ છતા અમારા પ્રશ્નોનો કોઈ નિકાલ આવતો નથી.