New Update
ખેડા જિલ્લાના નવાગામ મુકામે વેરાઈ મિત્ર મંડળ દ્ધારા આયોજીત નાઈટ વોલીબોલ ટુર્નામેન્ટનો કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો. કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે નાઈટ વોલીબોલ ટુર્નામેન્ટણે ખુલ્લી મુકતા જણાવ્યુ હતું કે, રમતો દ્ધારા ખેલાડીઓમાં મિત્રતા કેળવાઈ છે. દેશની એકતામાં રમતોનો ખુબ મહત્વનો ભાગ રહ્યો છે. આ સ્પર્ધામાં અમદાવાદ, રાજકોટ, ભાવનગર, ખેડા, આણંદ, ધોળકાની ૬૦ જેટલી વોલીબોલની ટીમોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે ગ્રામ પંચાયતના સરપંચ, સ્પર્ધક ટીમો સહીત મોટી સંખ્યામાં રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories
/connect-gujarat/media/media_files/2025/07/10/heavy-rain-2025-07-10-16-47-47.jpg)
LIVE