T20 ફોર્મેટમાં વિરાટ TOP10 માંથી બહાર-બાબર આઝમ નંબર વન

ICCએ જાહેર કરેલી યાદીમાં T20 ફોર્મેટમાં કોહલીનું નામ ટોપ-10 બેટરમાં પણ ક્યાંય જોવા મળી રહ્યું નથી

New Update

ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ T20 સિરીઝ 3-0થી જીત્યા પછી ઇન્ડિયન ખેલાડીને ICC રેન્કિંગમાં ઘણો ફાયદો થયો છે. એવામાં T20ના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટને કારણે મોટો ફટકો પડ્યો છે.ICCએ જાહેર કરેલી યાદીમાં T20 ફોર્મેટમાં કોહલીનું નામ ટોપ-10 બેટરમાં પણ ક્યાંય જોવા મળી રહ્યું નથી. એવામાં બીજી બાજુ કે.એલ.રાહુલ અને રોહિત શર્માને NZ સિરીઝથી ઘણો ફાયદો થયો.ICCએ બુધવારે T20 ફોર્મેટના રેન્કિંગની નવી યાદી બહાર પાડી હતી, જેમાં ઇન્ડિયન ટીમના વિસ્ફોટક ઓપનર કે.એલ.રાહુલને એક ક્રમાંકનો ફાયદો થયો છે. એનાથી રાહુલ 729 પોઈન્ટ સાથે પાંચમા નંબરનો ખેલાડી બની ગયો છે.

વિરાટ કોહલીની વાત કરીએ તો તે ટોપ-10 ની રેસમાંથી બહાર ફેંકાઈ ગયો છે. અત્યારે વિરાટ 657 પોઈન્ટ સાથે 11મા ક્રમાંક પર છે. ઇન્ડિયન ટીમના T20 કેપ્ટન રોહિત શર્માને પણ ન્યૂઝીલેન્ડ સિરીઝથી ઘણો ફાયદો થયો છે અને તે 645 પોઈન્ટ સાથે 13મા ક્રમાંક પર છે.ICC T20 રેન્કિંગમાં બાબર આઝમ (PAK) 809 પોઈન્ટ સાથે પહેલા નંબર પર છે.જ્યારે ડેવિડ મલાન (ENG) 805 પોઈન્ટ સાથે બીજા અને એડન માર્કરમ (SA) 796 પોઈન્ટ સાથે ત્રીજા નંબર પર છે. તેવામાં પાકિસ્તાન ઓપનર મોહમ્મદ રિઝવાન 735 પોઈન્ટ સાથે ચોથા નંબર પર છે અત્યારે જાહેર કરાયેલા ટોપ-10 ખેલાડી ની યાદીમાં એક પણ ઈન્ડિયન બોલરને સ્થાન મળ્યું નથી. એમાં 797 પોઈન્ટ સાથે શ્રીલંકન બોલર વાણિંદુ હસરંગા પહેલા નંબર પર છે, જ્યારે દ.આફ્રિકા બોલર તબરેધ શમ્મી 784 પોઈન્ટ સાથે બીજા અને ઓસ્ટ્રેલિયન બોલર એડમ ઝેમ્પા 725 પોઈન્ટ સાથે ત્રીજા નંબર પર છે