Connect Gujarat
સ્પોર્ટ્સ

શ્રીલંકાએ ભારત સામે પહેલી વખત ટી-20 સીરિઝ જીતી

શ્રીલંકાએ ભારત સામે પહેલી વખત ટી-20 સીરિઝ જીતી
X

શ્રીલંકાએ છેલ્લી T-20માં ભારતને 7 વિકેટથી હરાવ્યું. આની સાથે શ્રીલંકાએ 3 મેચની T-20 સિરીઝ 2-1થી જીતી લીધી છે. શ્રીલંકાની ટીમની આ ઈન્ડિયા વિરુદ્ધ પ્રથમ દ્વિપક્ષીય T-20 સિરીઝ જીત છે. આ મેચમાં ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ઈન્ડિયાએ 20 ઓવરમાં 8 વિકેટે 81 રન બનાવ્યા હતા. જેના જવાબમાં શ્રીલંકાએ 14.3 ઓવરમાં 3 વિકેટે 82 રન બનાવીને મેચ જીતી લીધી હતી.

શ્રીલંકન બોલર વનિન્દુ હસારંગાએ પોતાના જન્મ દિવસે 9 રન આપી 4 વિકેટ લીધી હતી. જ્યારે ઈન્ડિયન બોલર રાહુલ ચહરે પણ 15 રન આપી 3 વિકેટ લીધી હતી. ત્રીજી T-20માં ઈન્ડિયન ટીમ 20 ઓવરમાં 8 વિકેટે માત્ર 81 રન કરી શકી છે. આ ઈન્ડિયાનો શ્રીલંકા સામે સૌથી ઓછો સ્કોર પણ છે. આની પહેલાંના લોએસ્ટ સ્કોરની વાત કરીએ તો એ 2016માં પુણેમાં ઈન્ડિયન ટીમે શ્રીલંકા સામે બનાવ્યા હતો. ત્યારે ટીમ 18.5 ઓવરમાં 101 રન કરી ઓલઆઉટ થઈ ગઈ હતી. જે મેચને શ્રીલંકાએ સરળતાથી 5 વિકેટે જીતી લીધી હતી.

Next Story