આગામી વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાનાર ટી-20 વર્લ્ડ કપ 2022 ની જાહેરાત કરવામાં આવી છે. ઓસ્ટ્રેલિયાના સાત શહેરોમાં ટી-20 વર્લ્ડ કપ 2022 માટે યજમાન માટે પસંદ કરવામાં આવ્યા છે. ICC T20 World Cup 2021 નું સમાપન 14 નવેમ્બરે દુબઈમાં થયું. જેમાં ઓસ્ટ્રેલિયા વિજેતા રહ્યું હતું. T20 World Cup 2021 નો માહોલ હજી ઠંડો થયો નથી કે ઓસ્ટ્રેલિયામાં યોજાનાર T20 World Cup 2022 ના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે.
T20 વર્લ્ડ કપ 2022 માં કુલ 45 મેચો રમાશે. આ તમામ મેચ ઓસ્ટ્રેલિયાના 7 મેદાન પર રમાશે. એડિલેડ ઓવલ, ગાબા, કાર્ડિનિયા પાર્ક, હોબાર્ટ માં બેલેરીવ ઓવલ, પર્થ, એમસીજી અને સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 45 મેચો યોજાનાર છે 16 ઓક્ટોબરથી 13 નવેમ્બર દરમિયાન યોજાનારી આ ઈવેન્ટમાં એડિલેડ, બ્રિસ્બેન, જીલોંગ, હોબાર્ટ, મેલબોર્ન, પર્થ અને સિડનીમાં કુલ 45 મેચો રમાશે. ICC મેન્સ ટી-20 વર્લ્ડ કપ 2022 ફાઈનલ 13 નવેમ્બર 2022 ના રોજ MCG ખાતે યોજાશે. સેમિફાઇનલ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ અને એડિલેડ ઓવલ ખાતે અનુક્રમે 9 અને 10 નવેમ્બરે યોજાશે. તમામ મેચોમાં મોટી સંખ્યામાં દર્શન પહોંચે તેવી પણ શક્યતા છે ICC ટૂર્નામેન્ટની 8મી આવૃત્તિની સેમિફાઇનલ મેચો 9 અને 10 નવેમ્બરે રમાશે. પ્રથમ સેમિફાઇનલ 9 નવેમ્બરના રોજ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. જ્યારે 10 નવેમ્બરે બીજી સેમિફાઇનલ એડિલેડ ઓવલ ખાતે રમાશે.જ્યારે T20 વર્લ્ડ કપ 2022 ની ફાઇનલ મેચ 13 નવેમ્બર 2022 ના રોજ રમાશે