Connect Gujarat
સ્પોર્ટ્સ

ટીમ ઇન્ડિયા 6 મહિના વ્યસ્ત, આ રહ્યું ક્રિકેટ કેલેન્ડર..!

ભારતીય ક્રિકેટ ટીમ આગામી 6 મહિનાનું શેડ્યૂલ ઘણું વ્યસ્ત છે. IPL પૂર્ણ થયા બાદ હવે ક્રિકેટ ફેન્સ ની નજર ટી- 20 વર્લ્ડ કપ પર રહેશે.

ટીમ ઇન્ડિયા 6 મહિના વ્યસ્ત, આ રહ્યું ક્રિકેટ કેલેન્ડર..!
X

ભારતીય ક્રિકેટ ટીમ આગામી 6 મહિનાનું શેડ્યૂલ ઘણું વ્યસ્ત છે. IPL પૂર્ણ થયા બાદ હવે ક્રિકેટ ફેન્સ ની નજર ટી- 20 વર્લ્ડ કપ પર રહેશે. જે ઓસ્ટ્રેલિયામાં યોજાશે. હાલમાં દક્ષિણ આફ્રિકા સામેની 5 ટી20 મેચની સિરીઝ 2-2 ની બરાબરી પર પૂર્ણ થઈ.. હવે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓને વ્યસ્ત શેડ્યૂલને કારણે આરામ નહીં મળે.

ભારતીય ટિમ આયર્લેન્ડ સામે રમશે બે મેચ રમશે 26 અને 28 જૂને ભારત આયર્લેન્ડ સામે 2 ટી- 20 મેચ રમશે. જેમાં હાર્દિક પંડ્યા સંભાળશે ટીમની કમાન.કેમ કે ઇંગ્લેન્ડના પ્રવાસ ના કારણે ટીમના સિનિયર ખેલાડીઓ ને આરામ આપવામાં આવ્યો છે.ત્યારબાદ ઇંગ્લેન્ડના પ્રવાસ માં કુલ 7 મેચ રમાશે:

ભારતીય ટીમ 1- જુલાઈથી ઈંગ્લેન્ડ સામે પાંચમી ટેસ્ટ મેચ રમશે. જે કોરોનાના કારણે 2021 માં મોકૂફ રાખવામાં આવી હતી. ટેસ્ટ મેચમાં પછી ભારત ઇંગ્લેન્ડ ની સામે ત્રણ ટી- 20 મેચ અને ત્રણ વન-ડે મેચ રમાશે. ભારતનો ઇંગ્લેન્ડ પ્રવાસ 17 જુલાઈના રોજ પૂર્ણ થશે ઇંગ્લેન્ડના પ્રવાસ બાદ ભારત વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જશે. વેસ્ટ ઈન્ડિઝ માં ભારત ત્રણ વન-ડે મેચ અને પાંચ ટી-20 મેચ રમશે. ખાસ વાત એ છે કે ટી-20 સિરીઝમાં છેલ્લી 2 મેચો અમેરિકા રમાશે. ભારતીય ટીમનો વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસે 22 જુલાઈ થી થશે શરૂ.વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ બાદ ભારતીય ટીમ એશિયા કપમાં ભાગ લેશે. એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે પણ રમાશે મેચ. આ ટુર્નામેન્ટ 27 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર સુધી રમાશે. અને આ વખતે એશિયા કપ શ્રીલંકા માં રમાશે. જોકે, એશિયા કપને લઈને સમગ્ર સ્થિતિ હજી સ્પષ્ટ થઈ નથી.ત્યારબાદ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમની તેમના ઘરે યજમાની કરશે. આ દરમિયાન ત્રણ ટી-20 મેચ નું આયોજન કરવામાં આવશે.

Next Story