Connect Gujarat
ગુજરાત

સુરત : ફાયર સેફટીના મુદ્દે મનપા એકશનમાં, 150થી વધુ દુકાનો કરાઇ સીલ

સુરત : ફાયર સેફટીના મુદ્દે મનપા એકશનમાં, 150થી વધુ દુકાનો કરાઇ સીલ
X

સુરતમાં તક્ષશીલા કોમ્પલેકસમાં આગની ઘટના બાદ ફાયર સેફટીના મુદ્દે કાર્યવાહી કરવામાં આવી રહી છે. મનપાએ તેની કામગીરી આગળ ધપાવી વધુ શોપીંગ કોમ્પલેકસ અને કારખાનાને સીલ કરવામાં આવ્યાં છે.

સુરત ફાયર સેફટી મુદ્દે પાલિકાના ફાયર વિભાગે તેની કામગીરીના ભાગરૂપે સિટીલાઈટ વિસ્તારમાં ઓમકાર ચેમ્બર્સ અને સિટીલાઈટ શોપિંગ સેન્ટરમાં ફાયર સેફટી અંગે ભરાયેલાં પગલાંઓની ચકાસણી કરી હતી. ફાયર સેફટીના મુદે બેદરકારી બદલ 150 કરતા વધુ દુકાનોને સીલ મારી દેવામાં આવ્યું છે.ફાયર વિભાગની વારંવારની નોટીસ બાદ પણ દુકાનદારો ફાયર સેફટીના સાધનો વસાવવામાં આળસ દાખવી રહયાં છે. અગ્નિશમન માટે પુરતા સાધનો નહીં મુકવામાં આવતા ફાયર વિભાગે સિટીલાઈટ વિસ્તારમાં ઓમકાર ચેમ્બર્સ અને સિટીલાઈટ શોપિંગ સેન્ટરમાં 150 કરતા વધુ દુકાનો સીલ કરી છે. આ ઉપરાંત ઉમરવાડામાં લુમ્સના કારખાનાને પણ બંધ કરાવી દેવાયું છે.

Next Story