Connect Gujarat
સુરત 

સુરત: સી.આર.પાટિલની ટકોર, અધિકારીઓએ ચૂંટાયેલા પ્રતિનિધિઓના નંબર સેવ રાખવા પડશે અને ફોન રિસીવ પણ કરવા પડશે

હજુય એવા અધિકારીઑ છે જે આદેશને ઘોળીને પિ રહ્યા છે અને મન મરજી મુજબ વર્તન કરી રહ્યા છે.

સુરત: સી.આર.પાટિલની ટકોર, અધિકારીઓએ ચૂંટાયેલા પ્રતિનિધિઓના નંબર સેવ રાખવા પડશે અને ફોન રિસીવ પણ કરવા પડશે
X

સુરતના કડોદરા ખાતે ભાજપના સ્નેહમિલન સમારોહમાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે અધિકારીઑને મોટી ટકોર કરી છે. કાર્યકર્તાઓને સંબોધન કરતી વખતે અધિકારીઓને આદેશી કડક સૂચન કરતાં કહ્યું છે કે અધિકારીઓએ ચૂંટાયેલા પ્રતિનિધિઓના નંબર સેવ રાખવા પડશે અને જ્યારે જરૂર પડે ત્યારે ગમે ત્યારે અધિકારીઓએ ફોન ઉઠાવવા પણ પડશે. સોમ-મંગળ સિવાય સચિવાલયમાં કામ અર્થે નહિ જવા નિર્ણય કરાયો છે. મહત્વનું છે કે ગુજરાતમાં અધિકારરાજ શાહીને કારણે કેટલાય નેતાઓ પક્ષમાં ફરિયાદ કરી રહ્યા છે કે અધિકારીઑ ચૂંટાયેલા પ્રતિનિધિઓના ગણકારતા નથી અને ફોન પણ ઉપાડતાં નથી ત્યારે આ પહેલા પણ સી આર પાટીલે અધિકારીઑને સૂચન કર્યું હતું કે નેતાઓના ફોન ઉપાડી પ્રજાલક્ષી કર્યોનો ઝડપથી ઉકેલ લાવે પણ હજુય એવા અધિકારીઑ છે જે આદેશને ઘોળીને પિ રહ્યા છે અને મન મરજી મુજબ વર્તન કરી રહ્યા છે.

પાટીલને આજના નિવેદનથી એ વાત સ્પષ્ટ છે કે હવે અધિકારીઓએ ઘારાસભ્ય,સાસંદ કે અન્ય ચૂંટાયેલા નેતાઓના ફોન ઉઠાવવા ફરજ પડાશે. આત્મનિર્ભર યોજના માટે બેન્ક લોનની ના કહે તો ધારાસભ્ય-કલેક્ટરને રજુઆત કરશે. સી આર પાટીલે વધુમાં નિવેદન આપતા કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીનું વાવાઝોડું નરેન્દ્રભાઈ મોદી છે, અને વાવાઝોડામાં હવા ફૂંકવાનું કામ કાર્યકરો કરે છે મારો જન્મ જીતવા માટે થયો છે તેમ સંકલ્પ લેવડાવતા હામ ભરી હતી કે અન્ય પાર્ટીઓના ઘર ખાલીખમ થઈ ચૂક્યા છે, એક વ્યક્તિ એક હોદ્દાને પણ લોકોએ સ્વીકાર્યો છે, આવા પ્રયોગ કરવાની કોઈ પાર્ટીમાં તાકાત નથી. ફરી એકવાર હોદ્દેદારો ને આપેલ ટેબ્લેટ વિશે પણ મહત્વનું સૂચન કર્યું હતું અને ટેબ્લેટ પોતાની પાસે રાખવા ટકારો કરતાં કહ્યું હતું કે ટેબ્લેટ ઘણા લોકોના હાથમાં જોવા નથી મળતા

Next Story