Connect Gujarat
સુરત 

સુરત : રાજય સરકારે શિક્ષણ માટે 30 હજાર કરોડ રૂા.નું બજેટ ફાળવ્યું છે : મંત્રી ગણપતસિંહ વસાવા

X

સુરત જિલ્લાના વાવ ખાતે આવેલી વશિષ્ઠ વિદ્યાલયમાં શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાજયના વન અને પર્યાવરણમંત્રી ગણપતસિંહ વસાવા હાજર રહયાં હતાં.

ભારતના પુર્વ રાષ્ટ્રપતિ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ નિમિત્તે સુરતમાં જિલ્લા કક્ષાની શિક્ષક દિનની ઉજવણી વન, આદિજાતિ મંત્રી ગણપતસિંહ વસાવાના અધ્યક્ષસ્થાને કામરેજ તાલુકાના વાવ ગામની વસિષ્ઠ વિદ્યાલય ખાતે કરવામાં આવી હતી. પ્રાસંગિક ઉદબોધનમાં ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, ગુજરાતનો વિદ્યાર્થી વિશ્વનું જ્ઞાન મેળવી શકે તે માટે સરકારે શિક્ષણ માટે સૌથી વધુ ૩૦ હજાર કરોડનું બજેટ ફાળવ્યું છે. વધુમાં તેમણે કહ્યું કે, આધુનિક શાળાઓ, શિક્ષકોની ભરતી, વર્ગખંડોથી લઈને યુનિવર્સિટીનું નિર્માણનું કાર્ય કરીને ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ બનાવવાની રાજય સરકારની નેમ છે.મંત્રીના હસ્તે જિલ્લાકક્ષાએ શ્રેષ્ઠ કામગીરી કરનારા અમરોલીના શિક્ષક નિલેશ પંડયા, કાછલના જયમીન પટેલ, ગભેણીના ડો.નિલેશ ગાંધી, મહુવાના હેંમત પટેલ, તથા તાલુકાકક્ષાએ રામગણેશ ગડકરી પ્રા.શાળાના ધર્મેશ પ્રજાપતિ, બારડોલીના પુષ્પાબેન બારડને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ સર્વ જીગ્નેશ રાઠવા, ઋુતવા સાવલિયા, પુષ્પાબેન, સાક્ષીબેન, પુજા વાળા, રીપકા રાઠોડનું બહુમાન કરાયું હતું.

Next Story
Share it