/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/04/shia_cleric-2-7_650_031515094348_032315053241.jpg)
ઓલ ઈંડિયા મજલિસ એ ઈત્તેહાદુલ મુસલમીનના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ ગૌ-માતા બચાવને લઈને ચલાવવામાં આવી રહેલા અભિયાન પર ભારતીય જનતા પાર્ટી પર નિશાન સાધ્યું છે. યૂપીમાં અવૈધ કતલખાના અને ગૌ-તસ્કરી ઉપર રોક લગાવવાના આદેશ પર ઓવૈસીએ કહ્યું, ભાજપ માટે ઉત્તર પ્રદેશમાં ગાય ‘મમ્મી’ છે પરંતુ નોર્થ ઈસ્ટમાં તે ‘યમ્મી’ છે. યૂપીના મુખ્યમંત્રી બન્યા બાદ યોગી આદિત્યનાથે પ્રદેશમાં ગૌ-તસ્કરી પર રોક લગાવવા માટેના આદેશ આપ્યા હતા. યૂપીમાં અવૈધ કતલખાના પર સખ્ત કાર્યવાહી કરવામાં આવી રહી છે.
બીજી તરફ, ભારતીય જનતા પાર્ટીએ નોર્થ ઈસ્ટના રાજ્યોમાં આગામી ચૂંટણીને લઈને બીફ બેન ન કરવાની જાહેરાત કરી છે જેના પર ઓવૈસીએ નિશાન સાધ્યું છે. ભાજપાએ જાહેરાત કરી છે કે નોર્થ ઈસ્ટ રાજ્યોમાં તે સત્તા પર આવશે તો બીફ બેન નહી કરે. નોર્થ ઈસ્ટના 3 રાજ્યોમાં આગામી વર્ષે ચૂંટણી યોજાનારી છે. નોર્થ ઈસ્ટના રાજ્યોમાં મેધાલય અને મિજોરમમાં કૉંગ્રેસની સરકાર છે, જ્યારે નાગાલેંડમાં ભાજપાએ ગઠબંધન સાથે સરકાર બનાવી છે.