Connect Gujarat
વડોદરા 

મહીસાગર નેતા-પત્નીની હત્યા કેસમાં મોટો ખુલાસો: ખાસ મિત્ર જ નીકળ્યો હત્યારો.!

લુણાવાડા તાલુકાના ગોલ્લાનાં પલ્લા ગામે બીજેપી નેતા અને તેમના પત્નીના હત્યા મામલે ભીખાભાઇ પટેલ નામના ઈસમની મહીસાગર પોલીસે ધરપકડ કરી છે.

મહીસાગર નેતા-પત્નીની હત્યા કેસમાં મોટો ખુલાસો: ખાસ મિત્ર જ નીકળ્યો હત્યારો.!
X

લુણાવાડા તાલુકાના ગોલ્લાનાં પલ્લા ગામે બીજેપી નેતા અને તેમના પત્નીના હત્યા મામલે ભીખાભાઇ પટેલ નામના ઈસમની મહીસાગર પોલીસે ધરપકડ કરી છે. હત્યા નાણાંની લેતી દેતી મામાલે થઇ હોવાની પ્રાર્થમિક વિગતો સામે આવી છે. ઝડપાયેલ હત્યારો ભીખાભાઇ પટેલ ત્રિભુવનદાસ પંચાલના ખાસ મિત્ર હોવાની હકીકત સામે આવી છે.

પાંચમી ઓગસ્ટના રોજ લુણાવાડાના પાલ્લા ગામ ખાતે બીજેપીના નેતા અમે તેમના પત્નીની થયેલી હત્યાનો કેસ પોલીસે ઉકેલી નાખ્યો છે. આ મામલે પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ હત્યા બીજા કોઈએ નહીં પરંતુ મૃતકના મિત્રએ જ કરી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે પૈસાની લેતીદેતીમાં આ હત્યા નિપજાવવામાં આવી હોવાની આશંકા છે. હત્યારો મૃતકની સામે જ રહેતો હતો. બીજેપી નેતા અને તેમના પત્નીની હત્યાના જિલ્લા અને રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ આ મામલે તપાસના આદેશ આપ્યા હતા.

ભીખા પટેલ મૃતક ત્રિભોવન પંચાલની સામે જ રહે છે. આ બનાવ લુણાવડાના ગોલાના પાલ્લા ગામ ખાતે બન્યો હતો. ત્રિભોવન પંચાલ અને તેમના પત્નીની માથામાં તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે આ મામલે ખુલાસો કર્યો છે કે પૈસાની લેતીદેતીમાં ત્રિભોવન પંચાલના ખાસ મિત્ર ભીખા પટેલે બેવડી હત્યા કરી હતી.

સ્થાનિક ગામ લોકોના જણાવ્યા અનુસાર, ત્રીભોવનભાઈ ખૂબ જ શાંત સ્વભાવના હતા. તેઓ બીજેપીના જૂના કાર્યકર છે. તેમનું કોઈ દુશ્મન ન હોઈ શકે. ત્રિભોવન પંચાલના ત્રણ દીકરામાંથી એક હાલ કેનેડા ખાતે છે. જ્યારે અન્ય એક દીકરો આણંદ ખાતે ડૉક્ટર છે. જ્યારે ત્રીજા દીકરીનું કોરોનાથી નિધન થયું હોવાનું જાણવા મળ્યું છે.

Next Story