વડોદરા : વિશ્વામિત્રી અને તળાવોને પ્રદૂષિત કરવા કોર્પોરેશનની ભૂમિકા, 22.75 કરોડ લિટર ડ્રેનેજના પાણીનો નદી - નાળામાં નિકાલ

22 લાખની વસતી વચ્ચે માત્ર 8 સુવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ GPCB દ્વારા પણ વડોદરા કોર્પોરેશનને નોટિસ પાઠવાઈ ૨૨.૭૫ ટકા ડ્રેનેજનુ પાણી નદી-નાળામાં છોડી દેવાઈ છે

New Update
વડોદરા : વિશ્વામિત્રી અને તળાવોને પ્રદૂષિત કરવા કોર્પોરેશનની ભૂમિકા, 22.75 કરોડ લિટર ડ્રેનેજના પાણીનો નદી - નાળામાં નિકાલ

વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામત્રી નદી,વિવિધ તળાવો અને વરસાદી કાંસોમાં આજે પણ ડ્રેનેજના પાણી ભરાયેલા હોવાની લોક બૂમો ઉઠી છે. વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામત્રી નદી,વિવિધ તળાવો અને વરસાદી કાંસમાં આજે પણ ડ્રેનેજના પાણી ભરાયેલા હોવાની લોક બૂમો ઉઠી છે ત્યારે વડોદરા મ્યુનિ . કોર્પોરેશન રોજનુ ૨૨.૭૫ કરોડ લિટર ડ્રેનેજનુ પાણી ડાયરેક્ટ ઠાલવી દેતી હોવાની વિગતો સામે આવી છે.

શહેરી વિસ્તાર સતત વિસ્તરતો જાય છે અને વસતી વધીને ૨૨ લાખથી પણ વધુ થઈ ગઈ છે ત્યારે કોર્પોરેશનના માત્ર ૮ એસટીપી છે અને તે કુલ પાણીના માંડ ૫૯ ટકા ડ્રેનેજનુ પાણી જ ટ્રીટ કરવાની કેપેસીટી ધરાવે છે અને બાકીનું પાણી સીધેસીધું નદી - નાળામાં છોડી દેવાતુ હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. ઠેરઠેર ગટરના પાણી તેમાં ઠલવાય છે.એટલુ જ નહીં , શહેરના ગોત્રી , કમલાનગર સરસિયા, દંતેશ્વર, ગોરવા, દશામા સહિતના તળાવોમાં પણ ડ્રેનેજના ગંદા પાણી છોડાય છે તેના કારણે તળાવો પણ પ્રદૂષિત થઈ ગયા છે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા વિશ્વામિત્રીને લઈને કોર્પોરેશનને નોટિસ આપેલી છે પરંતુ કોર્પોરેશનના તંત્રના પેટનુ પાણી હલતું નથી .

કોર્પોરેશન દ્વારા રોજ ૨૨.૭૫ કરોડ લિટર ડ્રેનેજનુ પાણી ટ્રીટ કર્યા વિના જ સીધેસીધુ નદી - નાળાઓમાં છોડી દેવાતુ હોવાની વિગતો સાપડી છે . શહેરમાં ૫ ગામો અને એ પછી ૭ ગામો એમ ૧૨ ગામોનો સમાવેશ થયા બાદ શહેરની હદ વધવાની સાથે વસતી પણ વધી છે . શહેરમાં અંદાજે ૨૨ લાખથી પણ વધુ વસતી છે ત્યારે કોર્પોરેશનના માત્ર ૮ સુવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે અને તેની કેપેસીટી ફકત ૩૧.૮૫ કરોડ લિટર છે. એટલે કે બધા જ સુવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેને કેપેસીટીથી ચાલે તો પણ આટલું જ પાણી રોજ ટ્રીટ કરી શકે છે જ્યારે બીજી તરફ શહેરીજનોને કોર્પોરેશન ૫૪.૬૦ કરોડ લિટર પીવાનું પાણી વિતરણ કરે છે. ૨૨.૭૫ ટકા ડ્રેનેજનુ પાણી સીધેસીધુ નદી - નાળામાં છોડી દેવાય છે .

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.