વડોદરા : માઉઝર પિસ્તોલ સાથે ડભોઇ નજીક ફરતા 3 ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા...

વડોદરા જીલ્લા SOG પોલીસે બાતમીના આધારે ડભોઇના વેગા ચોકડી પાસે 3 ઇસમોને 2 જ્ર્ટલી માઉઝર પિસ્તોલ સાથે ઝડપી પાડ્યા હતા

New Update

વડોદરા જીલ્લા SOG પોલીસે બાતમીના આધારે ડભોઇના વેગા ચોકડી પાસે 3 ઇસમોને 2 જ્ર્ટલી માઉઝર પિસ્તોલ સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે તેઓની ધરપકડ કરીને પિસ્તોલ ક્યાંથી લાવ્યા અને કોણે આપવા જતા હતા તે દિશામાં તપાસ આરંભી છે.

Advertisment

ડભોઇ નજીક વેગા ચોકડી પાસે 3 ઈસમો માઉઝર પિસ્તોલ લઈને ભેગા થવાના હોવાની બાતમી વડોદરા જીલ્લા SOG પોલીસને મળી હતી. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. બાતમી પ્રમાણે 3 વ્યક્તિઓ ભેગા થતા જ પોલીસે તેઓને દબોચી લીધા હતા. અંગ જડતીમાં તેઓ પાસેથી 2 જેટલી દેશી બનાવટની માઉઝર પિસ્તોલ મળી આવી હતી, જ્યારે આ હથીયાર ક્યાંથી લાવ્યા અને કોને આપવાનું હતું તે અંગે પોલીસે વધુ પૂછપરછ આરંભી છે. સાથે સાથે હથિયારનો ઉપયોગ કોઈ ગુન્હાહિત પ્રવુત્તિમાં કરવામાં આવ્યો છે કે, કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે. જોકે, પકડાયેલા આરોપીઓ પૈકી રાકેશ મગનરામ જાટ અને સત્યનારાયણ મુલારામજી જાટ આ બન્ને આરોપી મૂળ રાજસ્થાનના શેરગઢ જોધપુરના રહેવાસીઓ છે, જ્યારે હાલ તેઓ વડોદરા મહાનગરપાલિકાના નિર્માણાધીન સિંધરોટના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની ઓરડીમાં રહેતા હતા. બન્ને આરોપીઓ અહી રહેતા હોય તેઓને કામે રાખનાર ઈજારદાર દ્વારા તેઓની જાણકારી પોલીસને આપી છે કે, કેમ તે અંગે સવાલો ઉભા થયા છે, જ્યારે અન્ય એક આરોપી નીલેશ રાઠવા છોટાઉદેપુર જીલ્લાનો વતની હોવાનું પોલીસે જણાવ્યું હતું.

Advertisment